નવી દિલ્હીઃ Foods To Relief From Acidity In Summer: ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે..ગરમીમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે...ઉનાળામાં પેટની અનેક સમસ્યાઓની લોકો બૂમો પાડે છે.. ઉનાળામાં યોગ્ય રીતે પાચન ન થતું હોવાથી પેટની સમસ્યા થવા લાગે છે. ઘણા લોકોને ગરમી શરૂ થતા ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા ઉભી થાય છે.. કાળઝાળ ગરમીથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે..જેમાં એસિડિટીની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય અપનાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- નારિયેળ
ગરમીમાં નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. નાળિયેર પાણીમાં ડિટોક્સિફાય ગુણ હોય છે. નારિયેળ પાણીમાં ફાઈબરની માત્રા ખૂબ જ વધુ હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરે છે. તેમજ નારિયેળ પાણી પીવાથી કબજિયાતથી છુટકારો મળે છે.


2- છાશ
 છાશ પીવાથી પણ એસિડિટીથી રાહત મેળવી શકાય છે.. ઉનાળાની ઋતુમાં છાશ પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલા કુદરતી બેક્ટેરિયા પેટમાં એસિડની વધુ માત્રાને બનતી અટકાવે છે. છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે. ગરમીમાં ભોજન કર્યા બાદછાશનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.


આ પણ વાંચોઃ પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમાવો આ 5માંથી કોઈ એક દેશી ઈલાજ, તુરંત કરે છે અસર


3- કેળા
કેળા ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.. દિવસમાં એક કેળું ચોક્કસ ખાવું જોઈએ જેથી પેટની સમસ્યાથી મુક્તિ મળે છે. કેળામાં હાજર પોટેશિયમ પેટમાં વધારાની એસિડિટી બનતી અટકાવે છે, જે શરીરના પીએચ લેવલને ઘટાડે છે. કેળામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.


4- ટેટી
ઉનાળામાં ટેટી ખાવથી પાણીની કમી પૂરી થાય છે..ટેટીમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફાઈબર એસિડ રિફ્લક્સ અને પેટ સંબંધિત રોગો સામે રક્ષણ કરે છે. ટેટી પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલું પાણી શરીરને હાઇડ્રેટ કરવામાં અને પીએચ સ્તર ઘટાડવામાં મદદ કરે છે.


5- ઠંડુ દૂધ
ઠંડુ દૂધ પીવાથી એસિડીટીથી છુટકારો મેળવી શકાય છે. ઠંડુ દૂધ પેટમાં રહેલા એસિડને શોષી લે છે. દૂધથી  ગેસ્ટ્રિક સિસ્ટમમાં હાર્ટબર્ન અથવા બળતરા થતી નથી. ગરમીમાં જ્યારે પણ તમને પેટમાં એસિડ બનવાની અથવા બળતર અનુભવ થાય ત્યારે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો. જેથી રાહત થશે.


આ પણ વાંચોઃ બેડ કોલેસ્ટ્રોલ વધવાનો છે ડર? તો આજથી જ આ 3 હેલ્ધી કુકિંગ ઓઈલ ખાવાનું શરૂ કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube