Health Tips: ચોમાસા દરમિયાન કેટલાક લોકોનું પેટ વારંવાર ખરાબ થઈ જાય છે. આ ઋતુ દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા સામાન્ય કરતાં વધારે જોવા મળે છે. તેનું કારણ આહાર હોય છે. વરસાદી વાતાવરણમાં વધારે પડતું મસાલેદાર કે તળેલું ભોજન કરી લેવામાં આવે તો પેટ ખરાબ થઈ જાય છે. વારંવાર ગેસ, એસિડીટી, અપચો જેવી સમસ્યા થતી હોય તો ઘણા લોકો દવા લઈ લેતા હોય છે. આવી દવા થોડા દિવસ રાહત આપે છે પરંતુ તેનાથી આડઅસર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરગથ્થુ ઈલાજ કરશો તો પેટની સમસ્યામાંથી તુરંત છુટકારો મળશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હાર્ટને હેલ્ધી રાખે છે આ ફુડ, 30 વર્ષ પછી દરેક સ્ત્રી અને પુરુષે નિયમિત કરવું સેવન


ચોમાસામાં દિવસમાં એકવાર ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાનુ રાખો, ટનાટન રહેશે તબીયત


Caffeine Side Effect: જાણો એક મહિનો ચા કે કોફી ન પીવાથી શરીરમાં કેવા ફેરફાર થાય
 
પેટની તકલીફો માટે ઘરેલું ઉપચાર


- કાયમી કબજિયાત રહેતી હોય તો સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું. જો તમે પાણીમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને પીશો તો ફાયદો વધુ થશે. પાણી પીધા પછી 5 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરો. 


- આ સિવાય તમારી ડેઈલી ડાયટમાં પપૈયુ, સફરજન, દાડમ અને નાસપતી ઉમેરો. આ સિવાય ગાજર, બીટ, આમળા, પાલક, ટામેટાનો જ્યૂસ પીવાનું રાખો. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે.  


- એસિડીટીની સમસ્યા હોય તો ગુલાબના પાંદડા, વરિયાળી, એલચી, મધને પીસી અને પેસ્ટ બનાવો આ પેસ્ટની એક ચમચી રોજ ખાવી. 


- એસિડિટીથી રાહત મેળવવા માટે રોજ વરિયાળી અને સાકર ચાવીને ખાવા જોઈએ. આ સિવાય વરિયાળીનું પાણી પીવાનું શરૂ કરો.  


- પેટની તકલીફો દુર કરવા માટે ફણગાવેલી મેથી ખાવાથી લાભ થાય છે. ત્રિફળા પાવડર પણ પેટ માટે ફાયદાકારક છે.


 


(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)