Reduce Belly Fat In 15 Days : આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે તેના કારણે મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર થઈ જાય છે. બેઠાડું જીવનશૈલીના કારણે કમર અને પેટના ભાગે ચરબી ઝડપથી વધવા લાગે છે. આ રીતે વધેલી ચરબીને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તેથી જ્યારે તમને તમારા વજનમાં બિનજરૂરી વધારો થતો જણાય ત્યારે જ તેને કંટ્રોલમાં કરવા માટેના ઉપાય પણ શરૂ કરી દેવા જોઈએ. આજે તમને સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા જણાવેલા ખાસ ઉપાય વિશે જણાવીએ. જેનાથી વજન સરળતાથી અને ઝડપથી ઓછું કરી શકો છો. વજન ઝડપથી ઘટાડવા માટે તમારે આ પીણું રોજ પીવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


30ની ઉંમર પછી હાર્ટને હેલ્ધી રાખવા માટે આ વસ્તુઓનું કરવું જ જોઈએ સેવન


દવા વિના કંટ્રોલ થશે યૂરિક એસિડ, ફોલો કરો આ 5 ટીપ્સ


ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ


ફેટ ઘટાડવા માટે જે પીણું તમારે તૈયાર કરવાનું છે તેના માટે એક કપ કાચો સફેદ પેઠો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી કાળા મરી, સિંધવ મીઠું સ્વાદ અનુસાર અને 200 ml પાણીને એક મિક્સર જારમાં લઈ બ્લેન્ડ કરી લો. બધું જ બરાબર બ્લેડ કરી એક સ્મૂધી તૈયાર કરો.


હવે જે સ્મૂધી તૈયાર થઈ છે તેને ગરણી વડે ગાળી લો. રોજ સવારે ખાલી પેટ આ સ્મૂધી બનાવીને પી જવું. 15 દિવસ સુધી તમે આ સ્મૂધી પીશો એટલે તમને તમારા વજનમાં ઘટાડો થતો જણાશે. તેને નિયમિત કરવાથી શરીરને કોઈ આડઅસર પણ થશે નહીં કારણ કે તેમાં બધી જ દેશી વસ્તુઓનો ઉપયોગ થયો છે. આ ઉપાય કરવાની સાથે તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું. આમ કરશો તો વજનમાં ઝડપથી ઘટાડો થશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)