નસોમાં ચોંટી ગયેલા કોલેસ્ટ્રોલનો સફાયો કરશે આ સ્પેશિયલ ચટણી, ઝટપટ આ રીતે કરો તૈયાર
એલડીએલ કોલેસ્ટ્રોલ જેને બેડ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એલડીએલનું ઉચ્ચ સ્તર તમારી ધમનીઓમાં કોલેસ્ટ્રોલના નિર્માણ કરાવે છે. જો બ્લડમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખુબ વધી જાય તો તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી પરેશાનીઓ વધવાનું જોખમ રહે છે. આવામાં કોલેસ્ટ્રોલને ઘટાડવું ખુબ જરૂરી બને છે. જો તમે પણ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માંગતા હોવ તો તેના માટે ખાણીપીણી પર વધુ ધ્યાન આપવું જોઈએ. લસણની ચટણી તમારા માટે ખુબ ઉપયોગી બની શકે છે. લસણથી તૈયાર થયેલી ચટણીનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે. આ ચટણી તમે રોજ તમારા આહારમાં સામેલ કરી શકો છો. જાણો આ અંગે વિસ્તૃત માહિતી.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં કેવી રીતે પ્રભાવી?
કેટલાક અભ્યાસો પરથી જાણવા મળે છે કે લસણમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવાની ક્ષમતા છે. એક મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું કે લસણ હાઈ કોલેસ્ટ્રોલ સ્તરવાળા લોકોમાં ટોટલ કોલેસ્ટ્રોલ અને કમ ઘનત્વવાળા લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. જ્યારે એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લસણ થેરાપી 1-3 મહિનાના સમયગાળામાં કુલ સીરમ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. જો કે અન્ય કેટલાક અભ્યાસોથી એવું પણ જાણવા મળે છે કે લસણનો કોલેસ્ટ્રોલ પર કોઈ પ્રભાવ પડતો નથી. આવામાં લસણની પ્રભાવશીલતા પ્રકાર અને તૈયારીઓ પર નિર્ભર કરે છે.
આ ઉપરાંત લસણના અન્ય સ્વાસ્થ્ય લાભ પણ હોઈ શકે છે. પરંતુ તે બ્લિડિંગ અને લોહી ગંઠાઈ જવાના સમયને વધારી શકે છે. તમારે સર્જરી પહેલા કે કોમોડિન જેવા બ્લડને પાતળું કરનારી દવાઓ સાથે લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
ઘરમાં કેવી રીતે તૈયાર કરવી લસણની ચટણી
જરૂરી સામગ્રી
મરચું પાઉડર- 3/4 મોટી ચમચી
ધાણાજીરુ પાઉડર- 3/4 નાની ચમચી
ખાંડ- 1/2 નાની ચમચી
લીંબુનો રસ- 1/2 ચમચી
લસણની કળીઓ- 12
મીઠું- સ્વાદ મુજબ
પાણી- જરૂરીયાત મુજબ
બનાવવાની વિધિ
સૌથી પહેલા નાના મિક્સર જારમાં લસણની કળીઓ, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું, ખાંડ, અને લીંબુનો રસ લઈ લો. તેમાં જરૂર પ્રમાણે પાણી નાખો અને એક પેસ્ટ જેવું બનાવીલો. હવે આ તૈયાર થયેલી ચટણીને એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી લો. તમે આ ચટણી રોટલી, પાંઉ, ચોખા સાથે તમારા આહારમાં એડ કરી શકો છો.
Disclaimer : શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે લસણની ચટણીનું સેવન કરવું ખુબ હેલ્ધી બની શકે છે. જો કે એ વાતનું ધ્યાન રાખવું કે જો તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોય તો આવામાં ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે. એ પણ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારના આહારથી સંપૂર્ણ રીતે કોલેસ્ટ્રોલને ઘટાડી શકાતું નથી. આ સાથે તમારે યોગ્ય દવા, કસરત વગેરે ચીજો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. બીજી મહત્વની વાત એ છે કે માહિતી અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)