Tips For Weight Loss: રાત્રે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, ફૂલીને ગેંડા જેવું થઈ જશે શરીર!
વેટ લોસ માટે સૌથી વધારે જરૂરી છે આપણે ખાણી-પીણીની સાથે સમયસર જમવાનું પણ ધ્યાન રાખીએ. જેમ કે, અમુક વસ્તુઓ છે જે વધારે પૌષ્ટિક હોય છે પરંતુ તેને સવારે અથવા રાત્રે ખાય ન શકાય. આયુર્વેદમાં ખાન-પાનના નિયમોનો ઉલ્લેખ થયેલો છે. અમુક એવી ચીજવસ્તુઓ છે જેને રાત્રે ન ખાય શકાય અથવા તો સૂતા પહેલાં તે વસ્તુ ન ખાવી જોઈએ. કેમ કે, તેનાથી વજન વધે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, એવી કઈ વસ્તુઓ છે જેને અમુક સમયે તમે ન ખાય શકો.
નવી દિલ્હીઃ વેટ લોસ માટે સૌથી વધારે જરૂરી છે આપણે ખાણી-પીણીની સાથે સમયસર જમવાનું પણ ધ્યાન રાખીએ. જેમ કે, અમુક વસ્તુઓ છે જે વધારે પૌષ્ટિક હોય છે પરંતુ તેને સવારે અથવા રાત્રે ખાય ન શકાય. આયુર્વેદમાં ખાન-પાનના નિયમોનો ઉલ્લેખ થયેલો છે. અમુક એવી ચીજવસ્તુઓ છે જેને રાત્રે ન ખાય શકાય અથવા તો સૂતા પહેલાં તે વસ્તુ ન ખાવી જોઈએ. કેમ કે, તેનાથી વજન વધે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, એવી કઈ વસ્તુઓ છે જેને અમુક સમયે તમે ન ખાય શકો.
માખણ અથવા માખણથી બનેલી ચીજવસ્તુઓ-
જેમ કે, આપણે સૌ જાણીએ છે કે માખણમાં બહુ વધારે ફેટ હોય છે. જેથી તેને હજમ થવામાં ઘણી વાર લાગે છે. તેથી રાત્રે સૂતા પહેલાં માખણ અથવા માખણથી બનેલી ચીજવસ્તુનું સેવન ન કરવું જોઈએ.
મેંદો-
મેંદાથી બનેલી કોઈ પણ વસ્તુઓ જ્યારે ખાઈએ ત્યારે તેને પચવામાં ખુબ જ સમય લાગે છે. જેથી રાતના સમયે મેંદાથી બનેલી ચીજવસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ભટૂરા, સમોસા અથવા તો મેંદાથી બનેલી અન્ય ચીજવસ્તુઓ ન ખાવી જોઈએ. જેનાથી પેટની ચરબી વધે છે.
વાઈટ બ્રેડ-
જો તમને બ્રેડ ખાવાની આદત છે તો તમે વાઈટ બ્રેડને બ્રાઉન બ્રેડ સાથે રિપ્લેસ કરી શકો છો. રાતના સમયે ક્યારેય પણ વાઈટ બ્રેડનું સેવન ન કરવું જોઈએ. કેમ કે, વ્હાઈટ બ્રેડ ખાવાથી તરસ વધારે લાગે છે. જેનાથી વાઈટ બ્રેડ પેટમાં ફૂલી જાય છે અને આંતરડાને નુકસાન પહોંચાડે છે.
દૂધ-કેળા-
ઘણા લોકોનું માનવું છે કે, રાતના સમયે દૂધ-કેળાનું સેવન કરવાથી સારી ઉંઘ આવે છે. જો કે, એવું નથી હોતું. દૂધ-કેળા રાત્રે ખાઈને સૂવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. દૂધ-કેળાને બ્રેકફાસ્ટમાં ખાવાનું શ્રેષ્ઠ રહેશે.