નવી દિલ્હીઃ દરરોજ સવારે પેટ સાફ થઈ જાય તો દિવસ સારો રહે છે પરંતુ જો સખ્ત મળ અને કબજીયાત હોય તો દિવસભર પેટના દુખાવાની સમસ્યા રહે છે. પેટ સાફ રહેશે તો શરીર પણ બીમારીઓથી દૂર રહેશે, ઘણીવાર ઓયલી અને તળેલા ભોજનથી કબજીયાતની સમસ્યા થાય છે. આ સિવાય લાઇફસ્ટાફલને કારણે પણ કબજીયાતની સમસ્યા રહે છે. અહીં તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ જેને અપનાવી તમે શરીરથી બીમારી દૂર રાખી શકો છો અને કબજીયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબજીયાતથી છુટકારો મેળવવાના ઉપાય? (How to relieve constipation)
- કબજીયાતથી રાહત મેળવવા માટે તમે મેથીના દાણાનું સેવન કરી શકો છો. તે માટે એક ચમચી મેથી દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાતભર રાખી દો. સવારે તેને ચાવીને ખાવ અને પાણી પી લો. આમ કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે. 


- કબજીયાત અને કડક મળની સમસ્યા દૂર કરવા માટે ખુદને હાઇડ્રેટ રાખો. દિવસભર વધુ પાણી પીવો. આ સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધનું સેવન કરો. દૂધ પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. 


આ પણ વાંચોઃ Health Tips: શું તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો ? તો આજે જ અપનાવો આ સરળ ઉપાય


- કબજીયાતની સમસ્યામાં ઈસબગુલ ઉપયોગી સાબિત થાય છે. તે માટે રાત્રે સૂતા પહેલા હુંફાળા દૂધમાં ઈસબગુલ નાખીને પીલો. ઈસબગુલથી સવારે તમારૂ પેટ સાફ થઈ જશે. 


- રાત્રે ડિનર બાદ હુંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરી પીવો. તેનાથી પેટની સમસ્યા ખતમ થાય છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. 


- કબજીયાતથી સવારના સમયે છુટકારો મેળવવા માટે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને કાળુ નમક મિક્સ કરી પીવો. તેનાથી કબજીયાત દૂર થશે અને પેટ સાફ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube