Heart Attack: હાર્ટ એટેક આવવાની ચિંતાથી છુટકારો મેળવવો હોય તો આ 3 વસ્તુઓનો ડાયટમાં કરશો સમાવેશ
Heart Attack: જો તમે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી લડી રહ્યા છો તો તમારે તહેવારોની સીઝનમાં સાવધાન રહેવાની જરૂર છે. જે લોકોનું બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમને પોતાની ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનો સમાવેશ ડાયેટમાં કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે.
Heart Attack: હાર્ટ એટેકનું મુખ્ય કારણ વધેલું બેડ કોલેસ્ટ્રોલ હોય છે. શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ આજના સમયની ઝડપથી વધતી બીમારી છે. તેવામાં હવે જ્યારે તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ, તળેલી વસ્તુઓનું સેવન કરશે જેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર થાય છે. આવી સ્થિતિમાં જો તમે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી લડી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. જે લોકોનું બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમને પોતાની ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનો સમાવેશ ડાયેટમાં કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે.
આ પણ વાંચો: Nimboli : લીમડા કરતાં વધુ લાભકારી હોય છે લીંબોળી, આ રીતે ખાવાથી શરીર રહે છે નિરોગી
અળસી
અળસી સ્વાસ્થ્ય માટે દવા સમાન છે. તેમાં અનેક પૌષ્ટિક ગુણ હોય છે જે હાર્ટની હેલ્થ માટે પણ સારા છે. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે અળસીના બીજને રોજ પોતાની ડાયેટમાં લેવા જોઈએ. અળસીનો મુખવાસ તરીકે કે પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો: હાર્ટના પેશન્ટ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, હાર્ટ એટેકથી બચવું હોય તો ડાયટ બદલો તુરંત
ઓટ્સ
વધતા બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવા માટે ઓટ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ. નિયમિત રીતે ઓટ્સ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે સાથે જ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પણ રાહત મળે છે.
આ પણ વાંચો: Clove: લવિંગ ખાવાથી થાય છે લાભ પણ સાચવીને કરવો ઉપયોગ, કરી શકે છે ગંભીર નુકસાન
પાલક
પાલકની ભાજી ખાવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળી શકે છે તે બીમારીઓમાંથી એક કોલેસ્ટ્રોલ પણ છે. કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આજથી જ નિયમિત રીતે પાલક ખાવાનું શરૂ કરી દો
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)