Weight Loss: વજન ઘટાડવા માટે રોજ આ રીતે પીવું મેથીનું પાણી, ગણતરીના દિવસોમાં વજન થશે ઓછું
Weight Loss: શરીરની વધેલી જીદ્દી ચરબી ઝડપથી ઓગળવાનું નામ લેતી ન હોય અને મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળતું હોય ત્યારે તમે મેથીના પાણીને પીને ઝડપથી વજન ઘટાડી શકો છો. મેથીનું પાણી રોજ પીને સરળતા થી વજન ઘટાડી શકાય છે.
Weight Loss: આજના સમયમાં વધતું વજન દરેક વ્યક્તિ માટે સમસ્યા છે. વજનને કંટ્રોલમાં રાખવામાં ન આવે તો ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. બીમારીઓથી બચવા માટે અને વજન ઘટાડવા માટે લોકો જીમમાં જઈને મહેનત પણ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જો કસરત કરે તેમ છતાં વજનમાં ઘટાડો થતો નથી. શરીરની વધેલી જીદ્દી ચરબી ઝડપથી ઓગળવાનું નામ નથી લેતી. જ્યારે મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળે ત્યારે તમે મેથીના પાણીને પીને ઝડપથી વજન ઘટાડી શકો છો. મેથીનું પાણી રોજ પીને સરળતા થી વજન ઘટાડી શકાય છે.
આ પણ વાંચો:
ઉનાળામાં ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાથી થાય છે નુકસાન, જાણો યોગ્ય સમય
Period Cramps: માસિક સમયે આ 4 વસ્તુ ખાવાનું રાખશો તો દવા વિના મળશે દુખાવાથી મુક્તિ
રાત્રે પાણીમાં પલાળેલી રાઈનું પાણી શરીર માટે છે દવા, અનેક સમસ્યામાં આપે છે રાહત
મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને વજન ઘટાડવામાં મેથી મદદરૂપ સાબિત થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી રાત્રે પલાળી દેવી જોઈએ. સવારે આ પાણીને ગાળીને પી જવું. આ પાણી પીવાથી બોડી ડિટોક્ષ થાય છે અને ઝડપથી ચરબી ઓગળે છે.
વજન ઓછું કરવા માટે મેથીની ચા પણ પી શકાય છે. તેના માટે એક ગ્લાસ પાણીને ઉકાળો. સાથે તેમાં એક ચમચી મેથી દાણા ઉમેરો. પાણી જ્યારે અડધું બચે ત્યારે તેને ગાળી અને હૂંફાળું હોય ત્યારે જ પી જવું.
મેથી નો ઉપયોગ વજન ઘટાડવા માટે મધ સાથે પણ કરી શકાય છે. તેના માટે મેથીના દાણાને પીસી અને પાવડર બનાવી લેવો. ત્યાર પછી રોજ સવારે એક ચમચી મેથીનો પાઉડર મધમા ઉમેરીને તેનું સેવન કરવું. મધ અને મેથી સાંજે પણ લેવાનું રાખશો તો વજન ઝડપથી ઉતરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)