Yoga For Heart: છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના લોકો હાર્ટ અટેકના કારણે મોતને ભેટે છે. આ સ્થિતિને જોઈને હૃદયનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. હાર્ટ હેલ્ધી છે કે નહીં તેનો આધાર લાઈફસ્ટાઈલ પર હોય છે. આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે નાની ઉંમરમાં જ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. જેમાં હૃદય સંબંધિત સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વ્યસ્ત જીવનશૈલીમાં જો હાર્ટને હેલ્ધી રાખવું હોય તો દિનચર્યામાં કેટલાક યોગાસનનો સમાવેશ કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Worst Foods For Kidney: આ 5 ફુડ કિડની માટે ઝેર સમાન, રોજ ખાવાથી કિડની થઈ શકે છે ફેલ


હૃદયને સ્વસ્થ રાખશે યોગાસન 


શું તમે જાણો છો કે રોજ યોગ કરવાથી તમારું હાર્ટ મજબૂત અને સ્વસ્થ રહે છે ? કેટલા યોગાસન એવા છે જે હૃદય માટે ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત રીતે તેનો અભ્યાસ કરવાથી હાર્ટ અટેક સહિત હૃદયની સમસ્યાઓથી બચી શકાય છે. આજે તમને આવા જ કેટલાક યોગાસન વિશે જણાવીએ જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: Deafness: શું તમે આખો દિવસ હેડફોનનો ઉપયોગ કરો છો? તો કોઈપણ સમયે થઈ જશો બહેરા


ભુજંગાસન


આ આસન કરવા માટે સૌથી પહેલા ઊંધા સુઈ જવું અને પગને સીધા રાખે પોતાની હથેળીઓને બગલ પાસે રાખો. ત્યારબાદ હથેળી પર વજન આપી છાતીના ભાગથી ઊંચા થવું. ત્યારબાદ શ્વાસ છોડી પહેલાની સ્થિતિમાં આવી જવું. 


આ પણ વાંચો: મોડે સુધી ન આવતી હોય ઊંઘ તો રાત્રે પગના તળિયામાં લગાડો આ વસ્તુ, 5 મિનિટમાં ઊંઘ આવશે


સેતુબંધાસન


આ આસન પણ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના માટે જમીન પર સીધા સુઈ જવું અને બંને હાથની હથેળીને પગની તરફ કરી માથાને બગલ સુધી લઈ જવું. ત્યારબાદ પગ અને હાથ પર વજન આપી સાથળને ઉપર લઈ જવી. આ સ્થિતિમાં 10 થી 15 સેકન્ડ રહી રિલેક્સ થવું.


આ પણ વાંચો: Vegetable Peel: આ 4 શાકની છાલમાં સૌથી વધુ પોષકતત્વો, છાલ સહિત જ ખાવા જોઈએ આ શાક


તાડાસન


તાડાસન કરવા માટે બંને પગને જોડી સીધા ઊભા રહો. ત્યારબાદ બંને હાથને જોડી ધીરેધીરે શ્વાસ અંદર લઈ હાથને ઉપરની તરફ ખેંચો. આ સ્થિતિમાં 15 સેકન્ડ રહી સામાન્ય સ્થિતિમાં આવી જવું.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)