Side Effects of Coffee: કોફી પીવાનું ચલણ હવે ધીરે ધીરે વધવા લાગ્યું છે. માત્ર યુવાનોને જ નહીં દરેક વર્ગના લોકો રોજ કોફીની ચુસ્કીઓ લેતા હોય છે. ઘરમાં કોઈની તબીયત ખરાબ થાય તો પણ તુરંત કોફી બની જાય. ઘણા લોકો ચા પીવાનું છોડી અને કોફી પીવાનું શરુ કરી દેતા હોય છે. તેના કારણે લોકો દિવસમાં એક કરતાં વધુ કપ કોફી પી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી તમારા શરીર માટે નુકસાનકારક છે? રોજ વધારે કોફી પીવાથી શરીર રોગનું ઘર બની જાય છે. તો ચાલો જાણીએ રોજ 2 કપથી વધુ કોફી પીવાથી શરીરને કેટલા નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 વસ્તુને હંમેશા પલાળીને જ ખાવી જોઈએ, તેના ફાયદા થઈ જાય છે બમણાં


Diabetes ની સમસ્યાને દુર કરશે આ 2 ઘરગથ્થુ નુસખા, પહેલીવારથી જ દેખાવા લાગશે અસર


સવારે ખાલી પેટ ન ખાવી આ 3 વસ્તુઓ, ખાશો તો શરીર બની જશે બીમારીઓનું ઘર
 


સ્ટ્રેસ અને ડીપ્રેશન: વધારે કોફી પીવાથી સ્ટ્રેસ, ડિપ્રેશન વધી શકે છે. આ સિવાય કોફી પીવાથી તેના જેવી માનસિક બીમારીઓથી પીડિત વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે.
 
બ્લડ સુગર: જો ડાયાબિટીસના દર્દી કોફી પીવે તો શરીરમાં બ્લડ સુગર વધી શકે છે.


અનિદ્રા: કોફી પીધા પછી ઘણા લોકોને બરાબર ઊંઘ આવતી નથી. જો તમે રોજ વધારે કોફી પીવો છો તમને સામાન્ય સમયે ઊંઘ આવતી નથી.


મહિલા આરોગ્ય : વધારે કેફીન સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે. તેનાથી કસુવાવડની શક્યતાઓ વધી જાય છે.  


સાંધાના દુખાવા:  વધારે કેફીનના સેવનથી આર્થરાઈટિસ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.