ધીરજ ઝા, અમદાવાદઃ વિવિધ કંપનીઓ પોતાના પ્રોડક્ટના વેચાણ માટે તેનું ભરપુર માર્કેટિંગ કરતી હોય છે. ટૂથપેસ્ટના માર્કેટિંગ માટે પણ વિવિધ કલાકારો અને ક્રિકેટો પાસે જાહેરાત કરાવવામાં આવે છે. તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ તમે એ નહીં જાણ તા હોવ કે તમે જે ટૂથપેસ્ટ વાપરો છો તે તમારા માટે ઝેર સમાન બની શકે છે. ટૂથપેસ્ટ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જાણીને નવાઈ લાગશે પણ સાબુમાં જે પ્રકારના કેમિકલ વપરાતા હોય છે એવા જ પ્રકારના કેમિકલનો ઉપયોગ કેટલાંક ટૂથપેસ્ટમાં પણ થતો હોય છે. એ કેમિકલ એટલાં ઘાતક હોય છેકે, જેનાથી મગજ સંબંધિત રોગ થઈ શકે છે. એટલું જ નહીં તેના ઉપયોગને કારણે માણસ ગાંડો પણ થઈ શકે છે. સાબુ ​​અને ટૂથપેસ્ટમાં મળી આવેલ ટ્રાઈક્લોસૈન નામના કેમિકલ નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. ટ્રાઈક્લોસૈન, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ એજન્ટ, જે ટૂથપેસ્ટ, સાબુ અને ડિઓડોરન્ટ જેવી રોજિંદા વસ્તુઓમાં જોવા મળે છે. આ પ્રકારના કેમિકલ કન્ટેન્ટથી આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચી શકે છે. નિષ્ણાંતોની માનીએ તો આ પ્રકારનું કેમિકલ આપણાં શરીરના મહત્ત્વના ઓર્ગન્સને ફેલ પણ કરી શકે છે.


આ મશીન કરશે હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો, કંપનીનો દાવો


શું છે IIT હૈદરાબાદનો ખુલાસો ?


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) હૈદરાબાદના સંશોધનકારોએ દૈનિક ઉપયોગમાં લેવાયેલા ઉત્પાદન જેમ કે ટૂથપેસ્ટ, સાબુ અને ડિઓડોરન્ટમાં હાનિકારક કેમિકલ ટ્રાઈક્લોસૈન શોધી કાઢયા છે. સંશોધનનાં તારણો તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી પ્રકાશિત એક મુખ્ય વૈજ્ઞાનિક જર્નલ ચેમોસ્ફિયરમાં પ્રકાશિત થયા હતા. ટ્રાઈક્લોસૈન એ એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-માઇક્રોબાયલ એજન્ટ છે જે માનવ શરીરના નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ કેમિકલ રસોડાની વસ્તુઓ અને કપડાંમાં પણ મળી શકે છે. નોંધનીય છે કે 1960ના દાયકામાં, તેનો ઉપયોગ ફક્ત તબીબી સંભાળ ઉત્પાદનો સુધી મર્યાદિત હતો. તાજેતરમાં યુએસ એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ ટ્રાઇક્લોઝન સામેના પુરાવાઓની સમીક્ષા કરી હતી અને તેના ઉપયોગ પર આંશિક પ્રતિબંધ લાદ્યો હતો.


શિયાળામાં ભૂખ્યા પેટે ખાઓ આ 7 વસ્તૂઓ થશે જબરદસ્ત ફાયદો


સંશોધન દાવો શું છે?


શોધકર્તાએ જણાવ્યું હતું કે સુક્ષ્મ માત્રામાં ટ્રાઈક્લોસૈન કેમિકલ ન્યુરોટ્રાન્સમિશન-સંબંધિત જીની અને એન્ઝાઈમ અસર કરે છે. સાથે સાથે તે ચેતાકોષને પણ નુકસાન પહોંચાડે છે. તે જીવતંત્રના મોટર કાર્યને અસર કરી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  માસપેશીઓ અને પ્રવાહીમાં ટ્રાઈક્લોસૈનની હાજરી માનવોમાં ન્યુરો-વર્તનને બદલી શકે છે, જે પછીથી મગજ સબંધી રોગો સાથે સંકળાયેલ હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube