Bad Cholesterol થી છુટકારો મેળવવા માટે અજમાવો આ આયુર્વેદિક નુસખા, વજન પણ ઘટશે ઝડપથી
Bad Cholesterol: સ્થૂળતા અને બેડ કોલેસ્ટ્રોલ બંને સાથે વધે ત્યારે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. તેવી સ્થિતિમાં આજે તમને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કેવી રીતે કરવું તેનો એક સરળ રસ્તો જણાવીએ. આ ઘરગથ્થુ ઉપાયને અજમાવીને તમે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી દૂર કરી શકો છો.
Bad Cholesterol: સ્થૂળતા અને વધતું બેડ કોલેસ્ટ્રોલ આજના સમયની મુખ્ય અને સામાન્ય સમસ્યાઓ બનતી જાય છે. આ બંને સમસ્યા વધવાનું કારણ લોકોને ખરાબ જીવનશૈલી હોય છે. વજનમાં વધારો અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થવાના ઘણા કારણો હોય છે. જેમકે વધારે પ્રમાણમાં ઓઇલી વસ્તુઓનું સેવન, બેઠાડું જીવનશૈલી, હેલ્ધી ડાયેટનો અભાવ વગેરે કારણોને લીધે હૃદય સંબંધીત સમસ્યા પણ ઝડપથી થવા લાગે છે. જ્યારે સ્થૂળતા અને બેડ કોલેસ્ટ્રોલ બંને સાથે વધે ત્યારે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. તેવી સ્થિતિમાં આજે તમને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કેવી રીતે કરવું તેનો એક સરળ રસ્તો જણાવીએ. આ ઘરગથ્થુ ઉપાયને અજમાવીને તમે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી દૂર કરી શકો છો.
આ પણ વાંચો:
Cashew: તમે પણ દે ધનાધન ઉલાળતા હોય કાજુ તો સાચવજો, વધારે કાજુ ખાવાથી થાય છે આ નુકસાન
Diabetes ના દર્દી નાળિયેર પાણી પીવે તો શુગર વધે કે ઘટે ? જાણો સાચો જવાબ
દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત
ગરમ પાણી અને મધ
બેડ કોલેસ્ટ્રોલ અને વધેલું વજન ઓછું કરવા માટે એક કપ ગરમ પાણીમાં મધ ઉમેરીને મિક્સ કરો. આ ડ્રિન્કને નિયમિત ચાની જેમ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે.
લસણ
રોજ સવારે ખાલી પેટ લસણની બે કડી ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું થાય છે સાથે જ વજન પણ ઝડપથી ઘટે છે.
હળદરવાળું પાણી
જો તમે હળદર વાળું પાણી પીવાનું રાખો છો તો તેનાથી નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ મળે છે. તેનાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી દૂર થાય છે.
મેથીના દાણા
મેથીના દાણામાં પોટેશિયમ, આયરન, ઝીંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. જો તમે દિવસમાં બે વખત મેથીના દાણાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ સરળતાથી ઘટાડી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)