Eye Flu: જો તમને કે પરિવારમાં કોઈને પણ આવી હોય આંખ તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા
Eye Flu Home Remedies: આંખના આ ઈન્ફેક્શનમાં દર્દીની આંખો ખૂબ લાલ થઈ જાય છે, સાથે જ આંખોમાં સોજો આવી જાય છે, આંખોમાંથી પાણી નીકળે છે સતત ચીકણું પ્રવાહી બહાર આવે છે. સાથે જ આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આંખનો ચેપ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રહે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અનુસાર સારવાર સાથે આ ઉપાયો કરવાથી ઝડપથી રાહત મળી શકે છે.
Eye Flu Home Remedies: આજકાલ આંખ આવવી એટલે કે પિંક આઈ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખની આ સમસ્યા એવી છે કે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ઝડપથી ફેલાય છે. જો ઘરમાં કોઈને આંખ લાલ થાય તો તુરંત એ જાણવું જરૂરી હોય છે કે આ ઈન્ફેકશન છે કે કેમ. તેના માટે આંખના ફ્લૂના લક્ષણો વિશે જાણવું જરૂરી છે. આ સાથે જ જો આંખ આવી હોય તો તુરંત કેટલાક ઉપાય કરી લેવા જોઈએ જેથી આંખનો ચેપ અન્યને ન લાગે.
આંખના આ ઈન્ફેક્શનમાં દર્દીની આંખો ખૂબ લાલ થઈ જાય છે, સાથે જ આંખોમાં સોજો આવી જાય છે, આંખોમાંથી પાણી નીકળે છે સતત ચીકણું પ્રવાહી બહાર આવે છે. સાથે જ આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આંખનો ચેપ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રહે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અનુસાર સારવાર સાથે આ ઉપાયો કરવાથી ઝડપથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો:
બ્લડ સુગર ઘટાડે છે આ દેશી દાણા, ડાયાબિટીસના દર્દીએ દિવસમાં એકવાર તો ખાવા જ જોઈએ
આ બીમારીના દર્દીએ રાત્રે સૂતા પહેલા ન પીવું પાણી, જાણો નોર્મલ વ્યક્તિ કેટલું પી શકે?
દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો
ગ્રીન ટી બેગ્સ
આંખના ફ્લૂના કારણે આંખમાં સખત દુખાવો, સોજો અને બળતરા થાય છે. જેમાં ઠંડક મેળવવા માટે તમે ટી બેગ્સનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ટી બેગને તમારી આંખો પર થોડી મિનિટ માટે રાખો. આમ કરવાથી સોજો ઘટે છે.
ગરમ પાણી કરો
જો તમારી આંખોમાંથી વારંવાર પ્રવાહી નીકળે છે અને દુખાવો થાય છે તો ગરમ પાણીમાં કપડું પલાળી પછી તેને આંખ પર થોડીવાર રાખી અને બાદમાં હળવા હાથે આંખને સાફ કરો.
ઠંડા પાણીનો શેક
ઠંડા પાણીનો શેક પણ આંખની બળતરાથી રાહત આપે છે. તેના માટે ઠંડા પાણીમાં કપડું પલાળી તેને તમારી આંખો પર લગાવો.
(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)