Home Remedy For Gas: ઘણા લોકો એવા હોય છે જેમનું પાચન નબળું હોય છે. જેના કારણે તેમના ખાન પાનમાં જરા પણ ફેરફાર થાય તો ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને જો ગેસ વારંવાર થતો હોય તો વ્યક્તિની હાલત બગડી જાય છે. પેટમાં ગેસ થાય ત્યારે કોઈ પણ કામ ધ્યાનથી કરી શકાતું નથી. જો તમને વારંવાર ગેસની સમસ્યા થતી હોય તો સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરીને ચેકઅપ કરાવવું જેથી કોઈ ગંભીર સમસ્યાના કારણે પેટની તકલીફ છે કે કેમ તે જાણી શકાય. આ સિવાય જો ભોજન ના લીધે તમને વારંવાર ગેસ અને એસિડિટી થતા હોય તો તમે આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. આ ટિપ્સ ફોલો કરવાથી પેટમાં થતી ગુડગુડથી તુરંત રાહત મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Diabetes: દૂધમાં આ 3 માંથી કોઈ એક વસ્તુ ઉમેરી પીવો, બ્લડ સુગર વધવાની ચિંતા થશે દૂર


દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરને થશે આ 5 જબરદસ્ત ફાયદા, આજથી જ પીવાનું કરો શરુ


બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહિતની બીમારીમાં ફાયદો કરે છે જામફળ, જાણો અન્ય ફાયદા વિશે


1. જ્યારે પેટમાં વિષાક્ત પદાર્થ વધારે પ્રમાણમાં જમા થઈ જાય છે તો ભોજન પચવામાં સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે ગેસ થાય છે. આવી સ્થિતિમાં તમે પાણીમાં, વરીયાળી, કાકડી, હળદર, મેથી અને અજમાને પલાળી તે પાણીનું સેવન કરવાનું રાખશો તો ગેસની સમસ્યાથી મુક્તિ મળશે.


2. પેટની પાચન શક્તિ બરાબર રહે તે માટે જરૂરી છે કે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય તેના માટે દિવસ દરમિયાન થોડું થોડું કરીને પાણી પીતા રહેવું. શરીર માં પાણીની ઉણપ હોય ત્યારે પણ ગેસ-એસીડીટીની તકલીફ વધી જાય છે. તેનાથી બચવા માટે દિવસ દરમિયાન તમે નાળિયેરનું પાણી, લીંબુ પાણી પણ પી શકો છો.


3. ડોક્ટરનું જણાવવું છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં હોય ત્યારે પણ તમારા પાચન ઉપર અસર પડે છે. આવી સ્થિતિમાં પણ એસિડિટી ગેસ થઈ શકે છે તેથી શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહો અને મનને શાંત રાખો.


4. ગેસ અને એસીડીટી થવાનું એક કારણ ભોજન કરવાની આદત પણ હોય છે. એટલે કે જો તમે બરાબર રીતે ચાવીને ખાતા નથી અને ઝડપથી ભોજન કરો છો તેવામાં પણ ગેસની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તો ભોજનને નિરાંતે ચાવીને ખાવાની ટેવ પાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)