ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ લીલું પાન, સવારે તેની ચા પીવો તો કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
Tulsi Ke Patte In Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે સવારનું પ્રથમ મીલ દિવસભરના બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માટે સવારે આ લીલા પાનની ચા બનાવી પીલો. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
નવી દિલ્હીઃ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસથી પીડિત છે. તેનું એક મોટું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ માનવામાં આવી રહ્યું છે. ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી છે, જેને લાઇફસ્ટાઇલ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. માત્ર દવાઓ નહીં પરંતુ ઘણા આયુર્વેદિક ઉપાય પણ ડાયાબિટીસમાં વધેલા બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે. આવી આયુર્વેદિક જડીબુટ્ટી કે હર્બ છે તુલસી. તુલસીના પાનની ચા પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તુલસીના પાન ડાયાબિટીસમાં ખુબ પ્રભાવી સાબિત થાય છે. તમે તુલસીના પાનની ચા બનાવી પી શકો છો કે સવારે તુલસીના પાન ચાવી શકો છો.
ડાયાબિટીસમાં ફાયદાકારક છે તુલસી
ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે તુલસી સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે. તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી-ઈમ્ફ્લેમેટરી, ફાઇબર અને એન્ટીડાયાબિટીક ગુણ હોય છે. આ બધા પોષક તત્વો મળી શરીરમાં વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. જો તમે દરરોડ તુલસીના પાનથી બનેલી ચા પીવો છો કે પછી સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવ છો તો તેનાથી બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ જો તમને રાત્રે સૂતા પહેલા પાણી પીવાની ટેવ હોય તો છોડી દો આ ખોટી આદત, જાણો કોમ
તુલસીના પાન ખાવાના આ છે ફાયદા
આચાર્ય બાલ કૃષ્ણ આયુર્વેદમાં તુલસીના પાનનું ખુબ મહત્વ છે. તુલસીના પાન શરીરને ઘણા રોગોથી બચાવે છે. દરરોજ સવારે ખાલી પેટ તુલસીના 4-5 પાન ચાવી ખાવાથી ડાયાબિટીસ, કફ, અસ્થમા, શરદી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
કઈ રીતે બનાવશો તુલસીનું પાણી
તમે ઘરમાં તુલસીના પાનનો ઉપયોગ કરી તેની ચા બનાવી શકો છો. તે માટે 8-10 તુલસીના પાનને ધોઈ 1 કપ પાણીમાં ઉકાળી લો. તેમાં થોડો કાળા મરીનો પાઉડર નાખી દો. આ ચાને સવારે ખાલી પેટ પીવો. તેનાથી દિવસભર બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
(ડિસ્ક્લેમરઃ સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. આ કોઈ પ્રકારથી યોગ્ય સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા કોઈ નિષ્ણાંત કે ડોક્ટરની સલાહ લો. ઝી 24 કલાક આ માટે જવાબદાર નથી)