Weight Loss: અનહેલ્ધી ફુડ અને બેઠાળુ જીવનશૈલીના કારણે અનેક લોકો મેદસ્વી થઈ રહ્યા છે. શરીરનું વધારે વજન એટલે કે સ્થૂળતાના ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. જેમાંથી કેટલીક તો જીવલેણ હોય છે. જેમ કે વધારે વજનના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેન્સર વગેરે થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. વધેલા વજન ઘટાડવા માટે તમે યોગ અને કસરતની મદદ કરી શકો છો. પરંતુ તેની સાથે જો તમે આહારમાં પણ ફેરફાર કરો છો તો તમારું વજન ઝડપથી ઘટી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં તુલસીના બીજનો સમાવેશ કરી શકો છો. તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.


આ પણ વાંચો:


Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર


રોજ સવારે પીશો એક ગ્લાસ લવિંગનું પાણી તો માથાથી લઈ પગ સુધીની આ સમસ્યા થઈ જશે છૂમંતર


આ 4 વસ્તુ નસે નસમાંથી ખેંચીને બહાર કાઢી નાખશે કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકનું જોખમ ટળશે
 
વજન ઘટાડવા માટે આ રીતે કરો તુલસીના બીજનો ઉપયોગ 


રાત્રે 1 કપ પાણીમાં તુલસીના બીજ પલાળી દો. સવારે જાગો એટલા ખાલી પેટ તેનું સેવન કરો અને જે પાણી હોય તેને પી જવું. જો તમે આ રીતે તુલસીના બીજ નિયમિત લેશો તો વજન તો ઘટશે જ પરંતુ અન્ય સમસ્યાથી પણ રાહત મળી જશે. 
 
તુલસીના બીજના ફાયદા


પાચન સુધરે છે


તુલસીના બીજમાં ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેનાથી પાચન તંત્ર સુધરે છે અને અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ મટે છે.


શરીરમાં એનર્જી વધે છે

તુલસીના બીજમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે, જે શરીરને એનર્જી પ્રદાન કરે છે. તે માનસિક અને શારીરિક સ્ટ્રેસ ઘટાડીને સ્થૂળતા ઘટાડે છે.


રોગ પ્રતિકારક શક્તિ વધે છે

તુલસીના બીજમાં ફાયદાકારક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય રાખવામાં મદદ કરે છે.  જેના કારણે વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે


બ્લડ સુગર કંટ્રોલ કરે છે

તુલસીના બીજમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)