Turmeric Benefits: ભારતીય ઘરના રસોડામાં રોજ વપરાતી હળદર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. હળદરનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓ મટી જાય છે. હળદર સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો કરે છે. હળદરનું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે. જોકે સૌથી વધારે હળદર દૂધ અથવા તો પાણી સાથે પીવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળદરને કોઇપણ રીતે લેવામાં આવે તો તે ફાયદો કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હળદરને દૂધ સાથે લેવી વધારે સારી કે પાણી સાથે ? જો તમને પણ આ પ્રશ્ન રહેતો હોય તો ચાલો તમને જણાવીએ કે હળદરને દૂધ સાથે લેવાથી કયા ફાયદા થાય અને પાણી સાથે લેવાથી શું થાય છે...


આ પણ વાંચો: સવારની ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય રહેશે સારું


દૂધ સાથે હળદરના ફાયદા 


- હળદરમાં કર્કયુમિન નામનું તત્વ હોય છે જે સોજાને દૂર કરે છે. હળદરવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવા અને સાંધામાં સોજાની સમસ્યા ઓછી થાય છે. 


- હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે દૂધ સાથે હળદર લેવાથી ઈમ્યુનિટી વધે છે. તેનાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. 


- હળદર પાચન ક્રિયામાં મદદ કરે છે. દૂધ સાથે હળદર લેવાથી પેટ ફુલવું, ગેસ અને અપચા જેવી પાચનની સમસ્યાઓ દૂર થાય છે. 
 
આ પણ વાંચો: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાંથી બેડ કોલેસ્ટ્રોલ નીકળી જાશે બહાર


- ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને રાત્રે પીવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. તે શરીર અને મગજને આરામ આપે છે. 


પાણી સાથે હળદર પીવાથી થતા ફાયદા 


- હળદરમાં ડિટોક્સિફાઇનિંગ ગુણ હોય છે. તે લીવરને ડીટોક્ષ કરે છે. હળદરવાળું પાણી પીવાથી શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થ બહાર નીકળે છે. 


આ પણ વાંચો: ચશ્માના નંબર સતત વધી રહ્યા છે ? તો ડાયટમાં સામેલ કરો આ વિટામિન્સ, ઘટવા લાગશે નંબર


- કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે હળદરમાં રહેલા તત્વ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે પાણીમાં હળદર ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને વજન ઘટે છે. 


- પાણીમાં હળદર ઉમેરીને પીવાથી ત્વચા ચમકતી રહે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ સોજાને પણ દૂર કરે છે. 


- દૂધની જેમ પાણીમાં હળદર ઉમેરીને પીવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)