Turmeric Milk Side Effects: કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં દૂધ પીવામાં ન આવતું હોય અને મોટાભાગના ઘર એવા હોય છે જ્યાં દિવસમાં એકવાર દૂધમાં હળદર ઉમેરી તેનું સેવન કરવામાં આવતું હોય. દૂધ પીવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે. તેમાં શરીર માટે જરૂરી બધા જ પોષક તત્વો હોય છે. સાથે જ હળદર પણ ગુણકારી વસ્તુ છે તેનો ઉપયોગ રસોઈમાં તો થાય જ છે પરંતુ સાથે જ તેનો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમાં પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે હળદર અને દૂધને એકસાથે પણ પીવામાં આવે છે. હળદરવાળું દૂધ સારું જ છે પરંતુ કેટલીક સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવાથી નુકસાન પણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળદર અને દૂધ પીવાથી થતા નુકસાન


આ પણ વાંચો:


પુરુષો માટે બેસ્ટ છે અંજીર, રોજ ખાવાથી થશે આ જોરદાર ફાયદા


High Cholesterol અને Blood Sugar ના દર્દી માટે બેસ્ટ છે ભીંડા, જાણો તેનાથી થતા લાભ વ


આ 5 સ્થિતિમાં પપૈયું ખાવાથી થાય છે નુકસાન, જાણો પપૈયું ખાવાથી થતી આડઅસર વિશે
 
ગર્ભાવસ્થા દરમિયાન
હળદરની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન કરવાથી શરીરમાં  ગરમી વધે છે. તેથી સગર્ભા સ્ત્રીઓએ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. 


લીવરની સમસ્યા હોય ત્યારે
હળદરવાળું દૂધ પીવાથી લીવરને નુકસાન થઈ શકે છે કારણ કે ગરમ તાસીરની વસ્તુઓ લીવર માટે સારી નથી. કારણ કે લીવર ડેમેજ થાય તો જીવન પર જોખમ ઊભું થઈ શકે છે. 


પથરીની સમસ્યા હોય ત્યારે
હળદરને મર્યાદિત માત્રામાં લેવી જોઈએ. જો તમે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં હળદર લો છો તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થશે. ખાસ કરીને જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. 


ડાયાબિટીસના દર્દીએ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા-પીવા પર ખાસ ધ્યાન રાખવું પડે છે. તેવામાં હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. તેને વધારે લેવાથી સુગર લેવલ પર અસર થાય છે.