Hasta Mudra Benefit: થેરાપી કે દવાની નહીં પડે જરૂર... આ બે હસ્તમુદ્રા કરવાથી Overthinking અને Anxiety થશે દુર
Hasta Mudra Benefit: ઓવરથિંકિંગ માનસિક બીમારીનું કારણ પણ બની જાય છે. ઓવરથિંકિંગના કારણે લોકો સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન જેવી તકલીફોનો ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં આજે તમને બે એવી હસ્તમુદ્રા વિશે જણાવીએ જેને કરવાથી તમે ઓવરથિંકિંગથી રાહત મેળવી શકો છો.
Hasta Mudra Benefit: આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે ઘણા લોકો ગંભીર સમસ્યાની ચપેટમાં આવી જાય છે. ગંભીર સમસ્યાઓ માત્ર શારીરિક હોય છે તેવું નથી. આજના હરીફાઈના યુગમાં માનસિક સમસ્યાઓ પણ લોકોને ઝડપથી ઘેરી વળે છે. દરેક વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે આ સ્થિતિમાં ઘણા લોકો ઓવરથિંકિંગનો શિકાર થઈ જાય છે. ઓવરથિંકિંગ પણ એક માનસિક સમસ્યા છે. જેમાં વ્યક્તિ કંઈક વધારે પડતું જ વિચારે છે અને તેના કારણે સ્ટ્રેસ લેવલ વધે છે. ઘણા લોકોનો સ્વભાવ જ ઓવરથિંકિંગ કરવાનો હોય છે. આ બીમારી ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
ઓવરથિંકિંગ માનસિક બીમારીનું કારણ પણ બની જાય છે. ઓવરથિંકિંગના કારણે લોકો સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન જેવી તકલીફોનો ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં આજે તમને બે એવી હસ્તમુદ્રા વિશે જણાવીએ જેને કરવાથી તમે ઓવરથિંકિંગથી રાહત મેળવી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં બાળકને છાતીમાં કફ જામી જાય તો તેને આપો આ દેશી ઓસડીયા, દવા વિના મળશે રાહત
ઓવરથિંકિંગના લક્ષણ
ઓવરથિંકિંગનો શિકાર હોય તે લોકો રાત્રે સારી રીતે ઊંઘી શકતા નથી. તેઓ પોતાનો વધારે પડતો સમય કોઈ વાત વિશે વિચારવામાં પસાર કરે છે. તેઓ પોતાની એક ભૂલ વિશે પણ લાંબા સમય સુધી વિચાર કરતા રહે છે, જેના કારણે તેઓ સતત ચિંતામાં રહે છે. જો તમને પણ ઓવરથિંકિંગની સમસ્યા હોય તો તેનાથી મુક્ત થવા માટે તમે બે હસ્તમુદ્રા કરી શકો છો. આ બે મુદ્રા તમારા માઇન્ડને રિલેક્સ કરશે.
જ્ઞાન મુદ્રા
જ્ઞાન મુદ્રાની મદદથી તમે યાદશક્તિ, ધ્યાન અને જ્ઞાન વધારી શકો છો. આ મુદ્રા કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થિતિમાં કરી શકાય છે. બસ ધ્યાન એક વાતનું રાખવાનું છે કે આ મુદ્રા કરો ત્યારે તમારી પીઠ એકદમ સીધી હોય. ધ્યાન મુદ્રા કરવા માટે ઇન્ડેક્સ ફિંગરને અંગૂઠા સાથે જોડીને પોતાના શ્વાસને સામાન્ય રાખી શ્વાસ લેવાની અને છોડવાની પ્રેક્ટિસ કરતા રહો. આ સમયે પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
આ પણ વાંચો: Allergy: જો તમે એલર્જીના કારણે થતા હોય પરેશાન તો ફુડ તમારી સમસ્યાનું છે સમાધાન
વાયુ મુદ્રા
ઓવરથિંકિંગ પરેશાન લોકોએ વાયુમુદ્રા પણ કરવી જોઈએ. વાયુ મુદ્રા કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. આ મુદ્રાની ખાસ વાત એ છે કે તેનાથી સાંધાના દુખાવા અને આર્થરાઇટિસ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. નિયમિત રીતે તેને કરવાથી હોર્મોનલ બેલેન્સ પણ જળવાઈ રહે છે. આ મુદ્રા કરવા માટે ઇન્ડેક્સ ફિંગરને વાળીને અંગૂઠા ઉપર રાખો. સાથે જ આંગળીને એવી રીતે રાખો કે તમારા અંગૂઠાનો ઉપરનો ભાગ આંગળી ઉપર આવે. આ મુદ્રાને સવારે 15 થી 20 વખત કરવાથી ઓવરથિંકિંગની સમસ્યામાં રાહત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)