Urad Dal In Diabetes: દાળ આપણા રોજના ડાયટમાં સામેલ હોય છે. આમ તો બધી દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ અડદની દાળની વાત જ અલગ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર અડદની દાળ ખાવાથી અનેક સ્વાસ્થ્ય વર્ધક ફાયદા થાય છે. અડદની દાળમાં પ્રોટીન, ફેટ, વિટામિન-બી, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, પોટેશિયમ, અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ દાળ ડાયાબિટિસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. અડદની દાળમાં રહેલા પોષક તત્વો શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટિસ ઉપરાંત અનેક અન્ય બીમારીઓમાં અડદ દાળ ખાવી ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટિસ કંટ્રોલ કરે છે
અડદ દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ દાળ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ કાળી દાળ ડાયાબિટિસમાં ફાયદો પહોંચાડે છે. અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ડાયાબિટિસના દર્દીઓને પ્રોટીનની જરૂર હોય છે. જો તમે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો અડદ દાળ કે તેનાથી બનેલી ચીજો ખાવી એ ફાયદાકારક બની શકે છે. 


સાંધાનો દુ:ખાવો દુર કરે
અડદની દાળમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલા છે. અડદ દાળ ખાવાથી સાંધાના દુ:ખાવા અને સોજાની પરેશાની દૂર થાય છે. વિટામીન અને મિનરલ્સથી ભરપૂર દાળ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. 


પાચનમાં ફાયદાકારક
અડદની દાળ ડાયજેશન માટે ફાયદાકારક ગણાય છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલા છે. અડદની દાળ પાચન સંલગ્ન મુશ્કેલીઓ જેમ કે કબજિયાત, અપચો, અને ડાયેરિયા દૂર કરવાનું કામ કરે છે. 


બ્લ્ડ સર્ક્યુલેશન સારું બનાવે છે
અડદની દાળમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. તે બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવાનું કામ કરે છે. અડદ દાળ નસોને હેલ્ધી બનાવે છે. એ રીતે તે હાર્ટ માટે પણ ફાયદાકારક છે. 


આ વીડિયો ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube