નવી દિલ્હીઃ ડોક્ટર પ્રમાણે પ્યુરીન યુક્ત ખાદ્ય પદાર્થના સેવનથી શરીરમાં યુરિક એસિડ ઝડપથી વધે છે. તેથી હાઈ યુરિક એસિડવાળા લોકોએ પોતાના આહારનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પ્રોટીન અને પ્યુરીનથી ભરપૂર દાળોનું સેવન પોતાના આહારમાં ન કરવું જોઈએ. દાળમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. આમ તો સ્વાસ્થ્ય માટે પ્રોટીન સારૂ માનવામાં આવે છે પરંતુ યુરિક એસિડના દર્દીઓ માટે તે ઝેર સમાન છે. એમડીપીઆઈ જર્નલ ન્યૂટ્રિએન્ટ્સમાં પ્રકાશિત એક રિસર્ચ પ્રમાણે દાળોમાં પ્યુરીન હોય છે, જેને શરીર યુરિક એસિડ બનાવી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં હાઈ પ્યુરીનવાળી દાળોનું સેવન કરવાથી યુરિક એસિડ વધી શકે છે. તેથી જો તમારૂ યુરિક એસિડ વધારે છે તો ભૂલમાં પણ આ દાળોનું સેવન ન કરો.


યુરિક એસિડમાં ન કરવું જોઈએ દાળનું સેવન


ચણાઃ આમ તો ચણાને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, પરંતુ યુરિક એસિડના દર્દીઓ માટે તે સારા માનવામાં આવતા નથી. તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે. તેવામાં જો યુરિક એસિડનું સ્તર વધુ છે તો તેનું સેવન ન કરો. 


જર્નલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ રિસર્ચમાં પ્રકાશિત એક રિસર્ચ પ્રમાણે જો તમને સંધિવાની સમસ્યા છે તો ચણા ખાવાથી બચો. ચણામાં ઓક્સાલેટ પણ વધુ માત્રામાં હોય છે. તે કિડનીમાં પથરી બનવાનું કારણ બને છે. 


આ પણ વાંચોઃ બ્રેસ્ટ કેન્સર થયું છે કે નહીં તે જાણવા માટે IITએ બનાવ્યું સૌથી સસ્તુ ઉપકરણ


વટાણાઃ વટાણાનો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ તેમાં પ્યુરીન વધુ માત્રામાં હોય છે. હાઈ યુરિક એસિડની સમસ્યાથી પીડિત લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.


સોયાબીનઃ સોયાબીનમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારૂ હોય છે, પરંતુ હાઈ યુરિક એસિડવાળા લોકોએ તેનાથી બચવું જોઈએ. સોયાબીનમાં પણ પ્યુરીનની માત્રા વધુ હોય છે. 


દાળઃ હાઈ યુરિક એસિડના દર્દીઓએ દાળ ખાવાથી બચવું જોઈએ. પ્યુરીન અને પ્રોટીનથી ભરપૂર આ દાળનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધી શકે છે. 


મસૂર દાળઃ મસૂર દાળ ખાવામાં તો ખુબ સ્વાદિષ્ય હોય છે, પરંતુ યુરિક એસિડવાળા દર્દીઓ માટે તે ઝેર સમાન છે. મસૂર દાળ ખાવાથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે. તેવામાં જો તમે યુરિક એસિડથી પીડિત છો તો ભૂલમાં પણ આ દાળનું સેવન ન કરો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.