How To Control Uric Acid: આજના સમયમાં બીમારીઓથી બચવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે લોકોની લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે જેમાં તેમને નાની ઉંમરમાં ઘણી ગંભીર બીમારીઓ થઈ જાય છે. આવી જ એક સમસ્યા છે યુરિક એસિડ. હાઈ યુરિક એસિડ ની સમસ્યા હોય ત્યારે શરીરમાં ખૂબ જ દુખાવા થાય છે. યુરિક એસિડ શરીરમાં બનતું વેસ્ટ પ્રોડક્ટ છે. જે લીવરમાં બને છે અને કિડનીના રસ્તે યુરીન મારફતે બહાર નીકળે છે. પરંતુ શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો ઘણી ગંભીર સમસ્યા થઈ જાય છે. તેથી યુરિક એસિડ નોર્મલ રહે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. જોયુરિક એસિડ વધી જાય તો શરીરના સાંધા જેમકે ઘુટણ, કોણી જેવી જગ્યાએ સમસ્યા થવા લાગે છે. યુરિક એસિડ સતત હાઇ રહેતું હોય તો પથરી અથવા તો કિડની ફેલિયરનું કારણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ


Aloe Vera ખાવાથી શરીરને થાય છે જબરદસ્ત લાભ, દવા વિના દુર થઈ શકે છે ઘણી સમસ્યાઓ


આહ થી આહા.... સ્ટ્રેસ અને થાક દુર કરવા બેસ્ટ છે Salt Bath, શરીરના દુખાવા થશે દુર


આ રીતે કંટ્રોલ કરો યુરિક એસિડ


1. નોનવેજ કે હાઈ પ્રોટીન વાળી વસ્તુઓનું સેવન ઓછું કરો 


2. ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરો.


3. હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો અને ડાયટ ઉપર ખાસ ધ્યાન આપો.


4. રોજ બે થી ત્રણ લિટર પાણી પીવું અને શરીરને હાઈડ્રેટ રાખવું.


5. સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ લેવી.


સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે યુરિક એસિડનું લેવલ કંટ્રોલ કરવા માટે નેચરલ પદ્ધતિની સાથે દવાઓ લેવી પણ જરૂરી છે. જો યુરિક એસિડ હદ કરતાં વધી જાય તો દવા લેવી જરૂરી છે. યુરિક એસિડ મામલે બેદરકારી કરવાથી કિડની માટે જોખમ ઊભું થાય છે.