Urine Symptoms: એક દિવસમાં સરેરાશથી વધારે વખત એટલે કે સાતથી આઠ વાર પેશાબ કરવાની જરૂરિયાત સામાન્ય છે. એ કોઈનું પણ હોઈ શકે છે, જો તે કોઈ ગંભીર બીમારીથી પીડિત ના હોય તો.. જોકે, ઘણીવાર વધારે પેશાબ આવે છે, તો તેણે બીમારીનું સંકેત માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર પેશાબ કરવાનો સમય પણ બીમારીઓનો સંકેત આપી શકે છે. જેમ કે અમુક લોકો હંમેશાં સ્નાન કરતા પહેલા પેશાબ જરૂર આવે છે, જ્યારે અમુક લોકોને સ્નાન કર્યા પછી તરત આ સ્થિતિ મહેસૂસ થાય છે. ઘણા લોકોને સ્નાન કરતી વખતે પણ પેશાબ આવે છે. આવો સમજીએ કે આ તમામ સ્થિતિઓ અને ક્યારે સાવધાન થવાની જરૂરિયાત ઉભી થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્નાન પહેલા પેશાબ આવવો
જોકે, આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ સ્નાન કર્યા પહેલા પેશાબ આવવાની સમસ્યા વારંવાર કોઈની સાથે થાય છે તો ધ્યાન રાખવાની વાત છે કારણ કે આ કોઈ બીમારીનો ઈશારો પણ હોઈ શકે છે. જો તમને આ સમસ્યાની સાથે અન્ય લક્ષણ જેવા કે જલન, દર્દ અથવા તો દિવસમાં વારંવાર પેશાબ આવવાની સમસ્યા થાય છે, તો તમને અમુક બીમારી પણ હોઈ શકે છે. જેમ કે...


  • યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)

  • ડાયાબિટીસની બીમારીનો સંકેત

  • પ્રોસ્ટેટ સંબંધી રોગ

  • કિડની રોગમાં પણ, ખાસ કરીને સ્ટોન હોવા પર સ્નાન પહેલા પેશાબ આવી શકે છે.

  • ઓવરએક્ટિવ બ્લેડરની સમસ્યા (OAB)- આ સમસ્યામાં અમુક લોકોને તાત્કાલિક પેશાબ આવે છે.

  • તે વધતી ઉંમરના લોકોને વધુ અસર કરે છે.

  • સ્નાન કર્યા પછી તરત જ પેશાબ કરવો


સ્નાન કર્યા પછી પેશાબ થવાના કેટલાક કારણો નીચે મુજબ હોઈ શકે છે.


  • સ્નાન કરતી વખતે ગરમ પાણીથી પેશાબની જગ્યા પર દબાણ આવે છે, જેના કારણે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. શિયાળાની ઋતુમાં આ વધુ અનુભવાય છે.

  • સ્નાનથી પેશાબની જગ્યાના સ્નાયુઓ ઉત્તેજિત થાય છે, જેના કારણે પેશાબ કરવાની ઈચ્છા થાય છે.

  • કેટલાક લોકોને તબીબી પરિસ્થિતિઓ હોય છે, જેમ કે ડાયાબિટીસ અથવા પેશાબ સંબંધિત રોગો, તેથી તેઓ સ્નાન કર્યા પછી પેશાબનો અનુભવ પણ કરી શકે છે.

  • સ્નાન કર્યા પછી તરત જ પેશાબ કરવો એ પણ શરીરમાં હોર્મોનલ અસંતુલનનો સંકેત છે.


ક્યારે મળવું ડોક્ટરને?
આ બંને સ્થિતિ ગંભીર છે, જો તમને આવી સમસ્યાઓ સતત બની રહી છે અથવા વધી રહી હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે ઘણી વખત લોકોને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ અથવા કિડનીની સમસ્યા છે.