Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે શરીરની નસો બ્લોક થવા લાગે છે. ઘણી વખત તેના કારણે હાર્ટ અટેક પણ આવી જાય છે. તેથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાને સમયસર કંટ્રોલમાં કરવી જરૂરી છે. બેડ કોલેસ્ટ્રોલ માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે પરંતુ તમે ઘરેલુ નુસખા વડે પણ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકો છો. ખાસ કરીને આદુ એવી વસ્તુ છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરી શકે છે. આજે તમને આદુના આવા જ નુસખા વિશે જણાવીએ જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડાયાબિટીસનો ઈલાજ છે આ જડીબુટ્ટી, સવારે ખાવાથી આખો દિવસ કંટ્રોલમાં રહે છે બ્લડ સુગર


આદુનું પાણી


બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે આદુ ફાયદાકારક છે. આદુના પાણીનો ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. તેના માટે પીવાનું પાણી ગરમ કરી તેમાં આદુ ખમણીને ઉમેરી દો. પાણીને બરાબર ઉકાળો અને પછી તેને ગાળી લો દિવસ દરમિયાન આ પાણીનું સેવન કરવાનું રાખો.


આદુનો પાવડર


જો તમે આદુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો તો આદુને પાણીથી સાફ કરી તેના ટુકડા કરી તડકામાં સૂકવી લો. આદુ બરાબર સુકાઈ જાય પછી તેનો પાવડર બનાવી લો. આ પાવડરને પાણીમાં ઉમેરીને તમે પી શકો છો.


આ પણ વાંચો: Health Tips: બંધ નાક 5 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય


કાચું આદુ


જો તમે તીખી વસ્તુ ખાઈ શકતા હોય તો કાચું આદુ ચાવીને ખાવું પણ લાભ કરશે. રોજ એક ટુકડો આદુનો ચાવીને ખાઈ જવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. જોકે આદુ ખૂબ તીખું લાગે છે તેથી ચાવીને ખાવું બધા લોકો માટે શક્ય હોતું નથી.


આદુ લીંબુની ચા


આદુ અને લીંબુની ચા બનાવીને પીવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેના માટે એક કપ પાણીમાં આદુના ટુકડા ઉમેરી તેને બરાબર ઉકાળો. ત્યાર પછી આ પાણીને ગાળી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરવાનું રાખો.


આ પણ વાંચો: કાચી ડુંગળી વિના ગળે નથી ઉતરતું જમવાનું ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ


આદુનો ઉકાળો


બેડ કોલેસ્ટ્રોલ માટે આદુ અને લસણનો ઉકાળો પણ પી શકાય છે. આ ઉકાળો નિયમિત રીતે પીવાથી નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જાય છે. જોકે આ ઉકાળાનો સ્વાદ કડવો હોય છે. પરંતુ આ ઉકાળો સૌથી વધુ ઝડથી અસર કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)