Pomegranate Peel: દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને છાલને ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો તો આજ પછી આ આદત બદલી દેશો. કારણ કે આજે તમને દાડમની છાલથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. દાડમની છાલ નો ઉપયોગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. દાડમના દાણા જે રીતે આપણા શરીરને ફાયદો કરે છે એટલો જ ફાયદો તેની છાલ પણ કરી શકે છે. દાડમની છાલ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. દાડમની છાલથી થતા ફાયદા વિશે જાણીને આજ પછી તમે પણ તેને કચરામાં નાખવાનું બંધ કરી દેશો. તો ચાલો તમને જણાવીએ કે દાડમની છાલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો અને તેનાથી શું લાભ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે લોકો દાડમના દાણા રોજ ખાય છે તેમના શરીરમાં રક્તની ઉણપ રહેતી નથી. નિયમિત રીતે એક મહિના સુધી દાડમનો જ્યુસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. સાથે જ પેટ સંબંધિત બીમારી પણ મટે છે. 


આ પણ વાંચો:


45 ડિગ્રી તાપમાનમાં પણ તમે રહેશો Cool, આ 5 Drinks તમારા શરીરને રાખશે હાઈડ્રેટ


સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારેલા, પણ આ 5 વસ્તુ સાથે ખાશો તો થશે નુકસાન


ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં


દાડમની છાલનું ચૂર્ણ બનાવો


દાડમની છાલ નો ઉપયોગ કરવા માટે તેમાંથી ચૂર્ણ બનાવી શકાય છે. તેના માટે દાડમની છાલને તડકામાં સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી લેવો. આ ચૂર્ણનું રોજ સેવન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે.


દાડમની છાલનું ચૂર્ણ લેવાથી થતા ફાયદા


- જો તમે આ છાલનું ચૂર્ણ રોજ લેવાનું રાખો છો તો તમારી સ્કિનમાં સુધારો જોવા મળશે.


- દાડમની છાલનું ચૂર્ણ લેવાથી ગળામાં થતી ખરાશની સમસ્યા પણ દૂર થાય છે.


- દાડમની છાલનું ચૂર્ણ લેવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.


- આ ચૂર્ણ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ મટાડી શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)