નવી દિલ્હીઃ Saffron Benefits For Men: આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ પ્રકારની જીવનશૈલી શરીરને નબળી બનાવે છે અને તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કેસર પુરુષોની ઘણી સમસ્યાઓને ઓછી કરવાનું કામ કરે છે. કેસરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોલેટ, વિટામિન્સ, આયર્ન અને કોપર સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કેસર દુનિયાના સૌથી મોંઘા મસાલામાંથી એક છે. કેસરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસરના ફાયદા (Benefits of saffron)
1. કેસરમાં રહેલા પોષક તત્વ શરીરને સ્વસ્થ રાખે છે. હેલ્થ નિષ્ણાંત પ્રમાણે કેસર કામકાજી લાઇફમાં થાકથી છુટકારો આપવાનું કામ કરે છે. ઘણા લોકોને રાત્રે નીંદરઆવવાની પણ સમસ્યા હોય છે. કેસર અનિંદ્રાની સમસ્યા દૂર કરે છે. 


2. રોજબરોજની જિંદગીમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યાથી પીડિતા લોકોની સંખ્યા વધી રહી છે. તણાવ અને ડિપ્રેશનને કારણે લોકોના સ્પર્મ કાઉન્ટ પર પણ ખરાબ અસર પડે છે. તમને જણાવી દઈએ કે કેસર આ સમસ્યાથી તમને છુટકારો અપાવી શકે છે અને સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે દરરોજ રાત્રે દૂધમાં કેસર મિક્સ કરી ગરમ કરવાનું છે અને આ દૂધ પીવાનું છે. આ સિવાય કેસર શીઘ્રપતનની સમસ્યા પણ દૂર કરે છે. 


આ પણ વાંચોઃ BLACK RICE: આહારમાં કાળા ચોખાનો સમાવેશ કરો, આ 4 ગંભીર બીમારીઓ સામે મળશે રક્ષણ!


3. શિયાળામાં સ્કિન સાથે જોડાયેલી ઘણી સમસ્યા વધી જાય છે, જેમાં કેસર તમારી ત્વચા પર નિખાર લાવે છે. આ સિવાય સુકી સ્કિનની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. કેસરમાં કૈંસરરોધી ગુણ જોવા મળે છે જે કેન્સરના ખતરાને દૂર કરવાનું કામ કરે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરેલૂ નુસ્ખા પર આધારિત છે. તમે કોઈ સ્વાસ્થ્યની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube