નવી દિલ્હી : વેલેન્ટાઇન્સ ડેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. યુવાનોએ આ દિવસના ડ્રેસિંગથી માંડીને સેલિબ્રેશન સુધીનું તમામ પ્લાનિંગ કરી લીધું છે. જોકે આ દિવસે તમારું ડ્રેસઅપ પરફેક્ટ હશે પણ સ્કિન સારી નહીં હોય તો તમારી આખી ઇમેજ બગડી શકે છે. વેલેન્ટાઇન્સ ડેના થોડા દિવસો પહેલાંથી જ ત્વચાની સંભાળ લેવાનું શરૂ કરી દેવામાં આવે તો ફાયદો થાય છે. ત્વચાને નિયમિત રીતે સાફ કરવાથી પિગ્મેન્ટેશન હટાવવામાં મદદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેલેન્ટાઇન્સ ડેના દિવસે પર્સનાલિટી નિખરેલી રહે એ માટે ખાસ ટિપ્સ...


- યોગ્ય શેમ્પુ અને કન્ડિશનરના વપરાશથી વાળને પોષણ મળે છે અને એ ચમકદાર બને છે.
- ચહેરા પર ધાબા અને ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેમજ પાતળા અને સફેદ થઈ જતા વાળની સમસ્યાના ઉકેલ માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈ શકાય છે.
- સ્પાથી વાળ અને ત્વચા બંનેને ફાયદો થઈ શકે છે. તેનાથી તમને આરામ મળે છે અને વાળ તેમજ ત્વચામાં એક અલગ પ્રકારની ચમક આવી જાય છે.
- વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે ત્વયા અને વાળના પ્રકાર પ્રમાણે યોગ્ય ટ્રીટમેન્ટ લેવાથી ફાયદો થાય છે. 
- સીધા તડકાના સંપર્કમાં આવવાથી વાળ અને ત્વચાને નુકસાન પહોંચે છે. આનાથી બચવા માટે હેરમાસ્કનો ઉપયોગ કરી શકાય છે. માર્કેટમાં એવા શેમ્પુ અને કન્ડીશનર પણ મળે છે જે સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે.
- સ્ક્રિન અને હેર સીરમનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને પોષણ મળે છે તેમજ ચમક આવે છે. 
- એલોવેરા જેલનો ઉપયોગ ચહેરા અને વાળ બંને માટે ફાયદાકારક સાબિત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube