Health Tips: અસંતુષ્ટ લવ લાઈફ માટે વરદાન છે આ ફૂલ, શારીરિક દુર્બળતાની સમસ્યા એકવારમાં થશે દુર
Health Tips: વિધારાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો ક્યારેય કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. જે પુરૂષો શારીરિક નબળાઈ અને જાતીય નબળાઈથી પીડિત છે તેમના માટે વિધારા જડીબુટ્ટી સાબિત થાય છે.
Health Tips: શારીરિક, માનસિક અથવા જાતીય નબળાઈથી પરેશાન વ્યક્તિ માટે વિધારાના ફૂલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિધારાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો ક્યારેય કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. જે પુરૂષો શારીરિક નબળાઈ અને જાતીય નબળાઈથી પીડિત છે તેમના માટે વિધારા જડીબુટ્ટી સાબિત થાય છે. વિધારાને અશ્વગંધા સાથે મિક્સ કરી આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે જે તમામ પ્રકારની નબળાઈઓને દૂર કરવા માટે અસરકારક દવા છે.
વિધારા શું છે?
આ પણ વાંચો: Joint Pain: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો અપાવશે આ 3 લીલા પાન
વિધારા સુંદર જાંબલી રંગના ફૂલ હોય છે જેનો આકાર ઘંટ જેવો હોય છે. તેના પાંદડા સોપારીના પાંદડા જેવા જ હોય છે. વિધારાને સંસ્કૃતમાં વૃધ્ધ દારુ અને અંગ્રેજીમાં એલિફન્ટ ક્રિપર કહેવામાં આવે છે. ભારતમાં વિધારાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. બજારમાં પણ વિધારાનો પાવડર સરળતાથી મળી રહે છે.
કઈ કઈ સમસ્યામાં ઉપયોગી છે વિધારા?
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો વિધારા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિધારા સાંધાના દુખાવા ઉપરાંત, પાઈલ્સ, સોજો, ડાયાબિટીસ, ઉધરસ, પેટના કૃમિ, એનિમિયા, એપિલેપ્સી, ઝાડા જેવી સમસ્યાઓથી પણ રાહત આપી શકે છે. ચામડીના રોગો અને તાવ મટાડવામાં વિધારાના મૂળ ઉપયોગ થાય છે.
આ પણ વાંચો: Uric Acid: શરીરમાંથી યૂરિક એસિડને બહાર કરી દેશે આ પાણી, ખાલી પેટ પીવું સૌથી બેસ્ટ
વિધારાથી થતા ફાયદા
વિધારા સ્વાદમાં કડવો અને તીખો હોય છે. તેની તાસીર ગરમ હોય છે. તે ઝડપથી પચી જાય છે. વિધારાના ઉપયોગથી કફ અને વાત શાંત થાય છે. આ દવા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે અને વીર્યને ઘટ્ટ કરે છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)