Vitamin B12: વિટામીન B12 એવું તત્વ છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. વિટામીન B12 ડીએનએ બનાવવામાં અને શરીરની કોશિકાઓમાં ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો શરીરમાં વિટામીન B12 ઓછું હોય તો લોહીની ઉણપ, શરીરમાં થાક અને નબળાઈ તેમજ શરીરમાં સોજાની તકલીફ થવા લાગે છે. વિટામીન બી12 એવું પોષક તત્વ છે જે જાતે બનતું નથી તેને બહારના સોર્સની મદદથી જ લેવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:Roti: દિવસમાં 1 વાર ખાવી આ લોટની રોટલી, જમ્યા પછી ક્યારેય હાઈ નથી થાય બ્લડ શુગર


જો શરીરમાં વિટામીન B12 ની ઉણપ સર્જાય તો દવા અથવા ઇન્જેક્શનની મદદ લેવી પડે છે. પરંતુ જો ઇન્જેક્શન અને દવાઓ ન લેવી હોય તો તમે એક દાળની મદદથી પણ વિટામીન B12 ને કુદરતી રીતે વધારી શકો છો. 


આ પણ વાંચો: શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને


નોનવેજ વસ્તુઓમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ મોટાભાગના લોકો નોનવેજ ખાવાનું ટાળતા હોય છે તેવામાં મગ તમારી મદદ કરી શકે છે. મગનું સેવન કરીને તમે વિટામીન B12 ની ઉણપને દૂર કરી શકો છો. વિટામીન B12 ની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં અને લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો પણ જરૂરી છે. આ ફેરફાર કરીને જો તમે નિયમિત મગનું પાણી પીવાનું રાખશો તો વિટામીન B12 ઝડપથી વધવા લાગશે. મગમાં ભરપૂર માત્રામાં વિટામીન b12 હોય છે. 


આ પણ વાંચો: Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં


તેના માટે રાત્રે મગને સાફ કરીને પાણીમાં પલાળી દેવા. સવારે પલાળેલા મગને બાફી લેવા. બાફેલા મગને તમે નમક અને લીંબુ ઉમેરીને ખાઈ શકો છો. મગને તેના પાણી સહિત ખાવાનું રાખો. તમે મગનું પાણી તમારા સ્વાદ અનુસાર બનાવીને પણ નિયમિત પી શકો છો. આ રીતે બનાવેલું મગનું પાણી પીશો તો વિટામીન b12 દવા વિના વધી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)