vitamin B12 deficiency symptoms : વિટામિન B12 આપણા શરીર માટે સંજીવની જેવુ પોષક તત્વ છે. જે લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ, તંત્રિકા તંત્રના સંચાલન અને ડીએનએને કાર્યરત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના માટે શરીરમાં વિટામિન B12 યોગ્ય માત્રામાં હોવું બહુ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે, તેની અછતને નજર અંદાજ કરવાની કિંમત તમને જીવ આપીને પણ ચૂકાવવી પડી શકે છે. જી હાં, વિટામિન B12 એટલુ આવશ્યક હોય છે કે, તેની અછતથી શરીર યોગ્ય રીતે ફંક્શન કરી શક્તુ નથી. આવામાં લાંબા સમય સુધી તેને ટાળવાથી મોતની શક્યતાઓ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે વિટામિન B12 ની અછત જીવલેણ બની શકે છે 


તંત્રિકાને નુકસાન
વિટામિન B12 ની અછતથી તંત્રિકાને નુકસાન પહોંચી શકે છે. તેનાથી હાથપગમાં ઝણઝણાટી, સુન્ન પડી જવા અને નબળાઈ અનુભવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર કેસમાં તે હાડકાને પણ પ્રભાવિત કરી શકે છે, જેનાથી ચાલવામાં તકલીફ આવી શકે છે. 


વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગા


રક્તસ્ત્રાવ પર અસર
વિટામિન B12 ની અછતને કારણે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં અસર પડે છે, સ્થાયી ન્યૂરોલોજિકલ ક્ષતિનું કારણ બની શકે છે. તેની સારવાર ન કરાવવા પર મૃત્યુની શક્યતા પણ વધી શકે છે. રક્તલ્પતાથી થાક, નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ આવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 


માનસિક સ્વાસ્થય પર અસર
વિટામિન B12 ની અછતથી મનોભ્રમ જેવી માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. સાથે જ તેનાથી યાદશક્તિ નબળી થવાના અને મગજ યોગ્ય રીતે કામ ન કરવાનો ખતરો પણ વધી શકે છે.


કેનેડામાં એક મહિલાની પોસ્ટ પર શરૂ થઈ Twitter War! ભારતીયો માટે કરી વિવાદિત ટિપ્પણી 


હૃદય સંબંધી સમસ્યાઓ
હાર્ટ ડિસીઝ, આજના સમયમાં સૌથી મોટું મોતનું કારણ છે. કેટલાક રિસર્ચમાં વિટામિન B12 ની અછતથી હૃદય રોગના હુમલાનુ જોખમ પણ વધી જાય છે. 


આ લક્ષણનો નજરઅંદાજ ન કરો 
જો તમે લાંબા સમયથી થાક, નબળાઈ, હાથપગમાં ઝણઝણાટી અનુભવી રહ્યા છો, તો તમે વિટામિન B12 ની તાત્કાલિક તપાસ કરાવી લો. તેનાથી માલૂમ પડી જશે કે તમને કેવી સારવારની જરૂર છે અને આ બીમારીથી કેવી રીતે બચી શકાય છે. 


વિટામિન B12 ની અછત દૂર કરવાનો ઈલાજ
વિટામિન B12 નેચરલ રીતે માંસ, ઈંડા અને ડેરી ઉત્પાદનમાં મળી આવે છે. શાકાહારીઓ માટે વિટામિન B12 થી યુક્ત ફોર્ટિફાઈડ ફૂડ્સ અને વિટામિન B12 સપ્લીમેન્ટ્સનું સેવન ફાયદાકારક બની શકે છે. 


કેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબ


(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.)