Benefits Of Walking: જમ્યા પછી ઘણી વખત ગેસ, એસીડીટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પાચનની સમસ્યા થવાનું મોટાભાગે કારણ એવું હોય છે કે તમે જમીને તુરંત જ સુઈ જતા હોય અથવા તો આરામથી બેસી જતા હોય. જમ્યા પછી શરીરનું જો હલનચલન થતું ન હોય તો પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. પાચન સંબંધીત સમસ્યાને દૂર કરવી હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે કે જમ્યા પછી 5 મિનિટ ચાલી લેવું. ખાસ કરીને જો તમે રાત્રે જમ્યા પછી ફક્ત પાંચ મિનિટ પણ વોક કરી લો છો તો પાચન સંબંધિત ઘણી સમસ્યાથી રાહત મળે છે. તો ચાલો તમને જણાવીએ કે જમ્યા પછી વોક કરી લેવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા


પાચન સુધરે છે


બપોરે અને રાત્રે જમ્યા પછી પાંચથી દસ મિનિટ વોક કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ઘણા લોકોને જમ્યા પછી ગેસ એસીડીટી અને બ્લોટીંગની ફરિયાદ રહે છે અને તેના માટે દવાઓ પણ ખાતા હોય છે જો તમે દસ મિનિટ વોક કરી લેશો તો તમારે પાચન સંબંધિત કોઈ પણ સમસ્યા માં દવા નહીં ખાવી પડે.


વજન કંટ્રોલમાં રહેશે


ઘણા લોકોને ફરિયાદ હોય છે કે તેમનું વજન સતત વધતું રહે છે તેનું મુખ્ય કારણ હોય છે કે જમ્યા પછી શરીરને સીધો આરામ આપવો આમ કરવાથી ભોજનનું પાચન થતું નથી અને શરીરમાં ચરબી બનવા લાગે છે. તેથી જો વજનને કંટ્રોલમાં રાખવું હોય તો જમ્યા પછી પાંચથી દસ મિનિટ વોક કરો તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે ભોજનનું પાચન સારી રીતે થાય છે અને ચરબી બનતી અટકે છે.


આ પણ વાંચો: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં


ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં


ઘણી વખત જમ્યા પછી બ્લડ સુગર અચાનક વધી જાય છે આવું ત્યારે થાય છે જ્યારે તમારું જીવન બેઠાડું હોય. જો દિવસ દરમિયાન 30 મિનિટ તમે શારીરિક શ્રમ કરો છો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે જો દિવસ દરમિયાન કસરત કરવાનો પણ સમય ન હોય તો જમ્યા પછી સમય કાઢીને 10 મિનિટ વોક કરી લેવાથી બ્લડ સુગર વધતું અટકે છે.


આ પણ વાંચો: મોંઘાદાટ પ્રોટીન પાવડર કરતાં વધારે ફાયદો કરશે સસ્તુ સત્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)