Diabetes: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જો તમને પણ ડાયાબિટીસ છે તો તમારે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડાયાબિટીસની બીમારીની કોઈ સારવાર નથી તેને આહારથી જ કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે કેટલીક વસ્તુઓનું સેવન કરે તો બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં સરળતા રહે છે. આજે તમને જણાવીએ એવા ડ્રીંક વિશે જેને સવારે ખાલી પેટ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Gajkesari Yoga : આજથી આ રાશિના લોકોને દરેક કાર્યમાં મળશે સફળતા, ચારેતરફથી થશે ધન લાભ


રાશિફળ 17 મે : આ રાશિના જાતકો માટે શુભ છે આજનો દિવસ, કાર્યોમાં મળશે સફળતા


Bad Luck Signs: આ વસ્તુઓનું ઢોળાવું ગણાય છે અશુભ, આર્થિક સંકટ તરફ કરે છે ઈશારો
 


મેથીનું પાણી


મેથીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે કારણ કે તે સ્વાસ્થ્ય અને ખૂબ જ ફાયદો કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું પાણી રામબાણ સાબિત થઈ શકે છે. મેથીના દાણાને પલાળેલું પાણી સવારે પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેમાં આયર્ન મેંગેનીઝ સહિતના ખનીજ તત્વોની માત્રા સારી એવી હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણાને રાત્રે પલાળી દેવા સવારે તેને બરાબર રીતે ગાડી અને ખાલી પેટ તેને પી જવું. 


 


ખાલી પેટ મેથી દાણાનું પાણી પીવાથી શુગર કંટ્રોલમાં રહે છે. કારણકે મેથીમાં એવા તત્વો હોય છે જે ગ્લુકોઝ લેવલને ઓછું કરે છે જેના કારણે ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 


 


મેથીનું પાણી પીવું હાર્ટ માટે પણ ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં હાયપોકોલેટ્રાલેમિક તત્વ હોય છે જે કોલેસ્ટ્રોલ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના કારણે હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધીત કોઈ સમસ્યા થતી નથી.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)