Health Tips: ધમની શરીરના બધા જ ભાગમાં રક્ત પહોંચાડવાનું કામ કરે છે. આ કામ સારી રીતે ત્યારે થાય છે જ્યારે ધમની લચીલી અને સાફ હોય. ધમની સાફ હોય તો તેના કાર્યોમાં બાધા આવતી નથી પરંતુ ખરાબ ખાનપાન અને જીવનશૈલીની આદતોના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને તે ધમનીઓને પણ બ્લોક કરે છે. જો ધમનીઓ વધારે પ્રમાણમાં બ્લોક થઈ જાય તો તેનાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઊભું થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પેટ ખરાબ હોય તો પણ ચહેરા પર થાય ખીલ, આ વસ્તુઓ ખાવાથી ખીલ અને આંતરડા બંને થશે સાફ


હાર્ટ એટેક અને સ્ટ્રોકનું મુખ્ય કારણ બ્લોક ધમનીઓ હોય છે. તેથી જ જરૂરી છે કે ધમનીઓને સ્વસ્થ અને સાફ રાખવામાં આવે. આ કામ કરવું હોય તો આહારમાં અહીં દર્શાવેલા પાંચ વિટામિનનો સમાવેશ કરવો જોઈએ. આ વિટામિન ધમનીઓને સાફ રાખે છે અને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને જામતું અટકાવે છે તેથી સુનિશ્ચિત કરો કે તમારા આહારમાં આ પાંચ વિટામીન નો સમાવેશ થતો હોય 


વિટામિન ડી 


વિટામીન ડીનો મુખ્ય સોર્સ સૂર્યપ્રકાશ છે. આ સિવાય કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી પણ વિટામિન ડી મળે છે. વિટામિન ડી નું સ્તર ઓછું હોય તો ધમનીઓમાં બ્લોકેજનું જોખમ વધી જાય છે. વિટામીન ડી પર્યાપ્ત માત્રામાં ઈંડાની જરદી, મશરૂમ અને ફેટી માછલીમાંથી મળે છે. 


આ પણ વાંચો: Summer Foods: ઉનાળામાં આ 4 વસ્તુઓ ખાવી લાભકારી, બોડી હાઈડ્રેટ રહેશે અને વજન પણ ઘટશે


વિટામીન સી 


વિટામીન સી શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જે ધમનીઓને થતું નુકસાન અટકાવે છે. કોલેસ્ટ્રોલ ધમનીમાં ચીપકી જાય છે જેના કારણે ધીરે ધીરે તે બ્લોક થવા લાગે છે. વિટામીન સી યુક્ત વસ્તુઓથી કોલેસ્ટ્રોલ ધમનીઓમાં ચીપકતું નથી. વિટામીન સી સંતરા, લીંબુ, દ્રાક્ષ, બ્રોકલી જેવી વસ્તુઓમાંથી મળે છે.


વિટામીન ઈ 


વિટામીન ઈ ફક્ત વાળ માટે નહીં પરંતુ હાર્ટ માટે પણ જરૂરી છે. આ વિટામીન બેડ કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ અટકાવે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓને બ્લોક તેવી સંભાવના ઘટે છે. વિટામીન ઈ બદામ, સૂર્યમુખીના બી, પાલક કેવી વસ્તુઓમાંથી મળે છે. 


આ પણ વાંચો: કૂતરું, બિલાડી કરડ્યાના કેટલાક સમય સુધીમાં લઈ શકાય ઈંજેકશન? આ જાણકારી બચાવશે જીવ


વિટામીન b3 


વિટામીન b3 જેને નિયાસીન તરીકે પણ ઓળખાય છે તે કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. ધમનીઓમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ તે કંટ્રોલ કરે છે. આ વિટામિન ચિકન, ખમીર, ટુના, મગફળી વગેરે ફૂડથી મળે છે. 


વિટામીન કે k1


વિટામીન k1 રક્તને જામતું અટકાવે છે. તે ધમનીઓની દીવાલમાં ફેટને જામતું અટકાવે છે. આ વિટામીન લીલા પાનવાળા શાકભાજી જેમ કે પાલક, કોબી, ફણગાવેલા કઠોળ વગેરેમાંથી મળે છે તે ધમનીઓને સંકોચાતી અટકાવવામાં મદદ કરે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)