IMA Corona Advisory: કોરોના ફરી ડરાવવા લાગ્યો!, વધતા કેસોને જોતા IMA એ એડવાઈઝરી બહાર પાડી
Corona Deaths in India: કોરોના વાયરસના કેસ દુનિયાના અનેક દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. ચીન, જાપાન સહિત અનેક દેશોમાં સ્થિતિ ખુબ ખરાબ છે. ચીનમાં તો હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ સુદ્ધાની અછત સર્જાઈ છે. ચીનમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટના 4 દર્દીઓ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. કોરોના સંકટ પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં IMA એ શું કહ્યું તે ખાસ જાણો...
Corona Deaths in India: કોરોના વાયરસના કેસ દુનિયાના અનેક દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. ચીન, જાપાન સહિત અનેક દેશોમાં સ્થિતિ ખુબ ખરાબ છે. ચીનમાં તો હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ સુદ્ધાની અછત સર્જાઈ છે. ચીનમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટના 4 દર્દીઓ અત્યાર સુધીમાં મળી આવ્યા છે જેમાંથી 3 તો ગુજરાતમાંથી મળ્યા છે. ભારત સરકાર આ કેસોને પગલે અલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં IMA એ શું કહ્યું તે ખાસ જાણો...
- જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરવું જરૂરી છે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું જરૂરી છે.
- સેનેટાઈઝર અને સાબુથી હાથ ધોતા રહો.
- રાજનીતિક અને સામાજિક બેઠકોમાં જવાથી બચો.
- આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ કરવાથી બચો.
- જો તાવ, ગળામાં ખરાશ, ઉધરસ કે લૂઝ મોશન વગેરે જેવી સમસ્યાથી પીડાતા હોવ તો ડોક્ટર પાસે જાઓ.
- જેટલું બને તેટલું જલદી કોવિડ રસીકરણ કરાવો. જેમાં પ્રિકોશનરી ડોઝ પણ સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube