નવી દિલ્હી: ઉત્તર ભારત (North India)માં ઠંડી (Cold)નો લહેર ચાલી રહી છે. લોકો કડકડતી ઠંડીથી બચવા માટે અલગ-અલગ ઉપાય અજમાવી રહ્યા છે. ઠંડીથી બચવા માટે કોઇ આગ પ્રગટાવી તાપણી કરી રહ્યા છે તો કોઇ ઘરમાં રજાઇમાં લપાઇને પડ્યા રહે છે. પરંતુ હવામાન વિભાગ (Weather Department)માં કેટલાક રજયોમાં ઠંડીનું એલર્ટ (Alart) જાહેર કર્યું છે. હવામન વિભાગના અનુસાર 28 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ઠંડી વધુ વધશે. તેથી તાપમાન ઉચ્ચતમ 3 થી 5 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન વિભાગ (Weather Department)એ નવા વર્ષ (New Year 2021) ને જોતા લોકોને દારૂ (Wine) નું સેવન ન કરવાની સલાહ (Advice) આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ


હવામન વિભાગે નવા વર્ષે દારૂ ન પીવાની આપી સલાહ
હવામાન વિભાગના અનુસાર દારૂના સેવનથી શરીરનું તાપમાન (Body Temperature Low) ઓછું થઇ જાય છે. જેના લીધે હાર્ટ એટેક (Heart Attack)નો ખતરો રહે છે. એટલા માટે નવા વર્ષની પાર્ટી (New Year Party) દરમિયાન દારૂ (Wine)નું સેવન ન કરવાની સલાહ આપવામાં આવી છે. 

હવે આ લોકોને પણ મળશે PF નો ફાયદો, 40 કરોડ લોકો આવશે દાયરામાં


દારૂ પીવાથી હાર્ટ એટેક વધી જાય છે ખતરો
ઠંડી (Winter)ની શરૂઆતમાં જ દારૂની માંગમં ભારે વધારો જોવા મળી રહ્યો છે. લોકો માને છે કે દારૂના સેવનથી ઠંડી ઓછી લાગે છે. જોકે ડોક્ટર્સના અનુસાર આ વાતમાં કોઇ સત્યતા નથી. ડોક્ટર્સના અનુસાર, દારૂનું સેવન કર્યા પછી રક્તવાહિનીઓમાં બ્લડ સર્કુલેશન (Blood Circulation Low) ધીમું થઇ જાય છે. તેનાથી હાર્ટ પર પ્રેશર (Heart Pressure) પડવા લાગે છે. જેના લીધે વ્યક્તિને હાર્ટ એટેક (Heart Attack)નો ખતરો વધી જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube