Coriander Water For Weight Loss: આજકાલ ભાગદોડવાળી લાઈફના કારણે લોકોને સૌથી મોટી સમસ્યા જાડાપણાની છે. જો તમે પણ તમારું વધતું વજન ઓછું કરવા માંગતા હોવ, પરંતુ તમારા આહાર પર નિયંત્રણ રાખવાનો મૂડ નથી તો તમને ઇચ્છિત પરિણામ મળતું નથી. પેટની ચરબી ઘટાડવામાં જેટલો રોલ ભારે વર્કઆઉટનો હોય છે એટલો જ રોલ તમારા ફૂડ હેબિટ્સનો પણ હોય છે. તેથી તમે વજન ઘટાડવા માટે એક ખાસ પ્રકારનું પીણું પી શકો છો, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોથમીરથી ઘટશે તમારા પેટની ચરબી
અમે વાત કરી રહ્યા છીએ કોથમીરના પાંદડા વિશે, જેના દ્વારા સ્વાદિષ્ટ વાનગીઓ સજાવવામાં આવે છે અને સાથે જ ભોજનનો સ્વાદ પણ વધે છે. પરંતુ તમે જાણો છો કે લીલી કોથમીર વધતા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.


મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો મેદસ્વી લોકોને કોથમીર ખાવાની સલાહ આપે છે કારણ કે તે એક જડીબુટ્ટી છે, જે ચયાપચયને સુધારે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. તેની અસર એ થશે કે શરીરની વધારાની ચરબી ઓગળવા લાગે છે.


કોથમીરના જ્યૂસથી ઘટાડો તમારું વજન
કોથમીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, કોથમીરને ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત તરીકે ઓળખાય છે, તેથી જ તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચન તંત્રને સુધારે છે. જો પાચન યોગ્ય રીતે ન થાય તો પેટ અને કમરની આસપાસ ચરબી વધી જાય છે.


કોથમીરનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તેના માટે કોથમીરના પાનને પાણીથી ભરેલા વાસણમાં આખી રાત પલાળી રાખો, પછી બીજા દિવસે સવારે ઉઠીને આ ડિટોક્સ પાણી પી લો. આ સિવાય તમે લીલી કોથમીરને પીસીને તેમાં લીંબુ નીચોવીને પણ પી શકો છો.


દાણા પણ ફાયદાકારક 
જો તમે કોથમીરના બીજનો ઉપયોગ કરવા માંગો છો, તો સૂકા ધાણાને પાણીના વાસણમાં નાંખીને બરાબર ઉકાળો. આ પાણીને આખી રાત રહેવા દો અને પછી સવારે ઉઠીને પી લો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube