આ 3 સફેદ વસ્તુ આજે જ ખાવાનું છોડો...ફટાફટ ઉતરવા લાગશે તમારું વધેલું વજન
Foods to avoid for weight loss: વજન ઉતારવું અનેક લોકોને અઘરું પડતું હોય છે. વજન ઘટાડવા માટે તમારે તમારી મનપસંદ ચીજો પણ ખાવાની છોડવી પડે છે. તમારે તમારા પસંદગીના ભોજનથી લઈને પસંદગીના પીણા સુદ્ધા ત્યાગ કરવો પડે છે. જો કે અનેક લોકોને એ ખબર હોતી નથી કે શું ખાવું જોઈએ અને શું નહીં.
Foods to avoid for weight loss: વજન ઉતારવું અનેક લોકોને અઘરું પડતું હોય છે. વજન ઘટાડવા માટે તમારે તમારી મનપસંદ ચીજો પણ ખાવાની છોડવી પડે છે. તમારે તમારા પસંદગીના ભોજનથી લઈને પસંદગીના પીણા સુદ્ધા ત્યાગ કરવો પડે છે. જો કે અનેક લોકોને એ ખબર હોતી નથી કે શું ખાવું જોઈએ અને શું નહીં. તમને જણાવીદઈએ કે વજન ઘટાડવા દરમિયાન કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. આજે અમે તમને વજન ઉતારવા સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. જો તમે વજન ઘટાડવાનું વિચારતા હોવ તો નીચે જણાવેલી 3 ફૂડ આઈટમથી તૌબા કરી લેજો.
ખાંડ
જો તમે વજન ઉતારવા માટે પ્રતિબદ્ધ હોવ તો આજથી જ ખાંડને તમારા ડાયેટમાંથી બહાર કરો. ખાંડના વધુ પડતા સેવનથી દિલની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટિસ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધે છે. જો તમને ગળ્યું ખાવાનું મન થતું હોય તો મર્યાદિત પ્રમાણમાં બ્રાઉન શુગર કે મિસરીનું સેવન કરી શકાય. સફેદ ખાંડની જગ્યાએ નેચરલ સ્વીટનર્સનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં થાય.
સફેદ બ્રેડ
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સફેદ બ્રેડ ખાવાનું છોડી દો. સફેદ બ્રેડમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ હોય છે. જે દલદી પચી જાય છે અને શરીરમાં ગ્લુકોઝમાં ફેરવાય છે. તેનાથી ઈન્શ્યુલિનું સ્તર વધે છે. જે વજન વધવા માટે જવાબદાર રહે છે. જો તમને ચાની સાથે બ્રેડ ખાવાની આદત હોય તો તરત જ બદલી નાખજો. ચા સાથે બ્રેડ ખાવાથી વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.
ચોખા
ખાંડ અને બ્રેડની જેમ સફેદ ચોખા પણ રિફાઈન્ડ ફૂડ છે. તેમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ સિવાય અન્ય કોઈ પોષક તત્વ હોતા નથી. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સફેદ ચોખાની જગ્યાએ જવ, ઓટ્સ, બાજરો કે અન્ય આખા અનાજનો ઉપયોગ કરો. આ અનાજમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે. જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)