Weight Loss Tips: આજકાલ લોકો ખુબ જ હેલ્થ કોન્સિયસ જોવા મળી રહ્યા છે. લોકો પોતાને તંદુરસ્ત રાખવા માટે સાયક્લિંગ, રનિંગ, યોગા અને જીમમાં એક્સરસાઈઝ જેવા ઉપાયો કરતા હોય છે. જો કે, સારા સ્વાસ્થ્ય માટે એક્સરસાઈઝની સાથે સારો આહાર પણ લેવો જરૂરી છે. ત્યારે બદલાતી લાઇફસ્ટાઈલ અને ખરાબ આહારને કારણે લોકોએ વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનો સામનો કરવા માટે તમામ પ્રકારની ટિપ્સ અપનાવી ચુકેલા લોકોએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે જેનાથી તમે વજન કંટ્રોલ કરી શકશો. તો આજે અમે તમને એવી નાની નાની ટિપ્સ જણાવી રહ્યા છીએ. જે ફોલો કર્યા બાદ સરળતાથી જલદીથી જલદી તમારું વજન ઘટવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાતી લાઇફસ્ટાઈલને કારણે સ્વાસ્થ્ય સાથે સાથે આપણે મેદસ્વીતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જો તમે દરરોજ સવારે ખાલી પેટ 1 થી 2 ગ્લાસ પાણી પીવાથી તમારું પેટ ફિટ રહેશે અને પાચન શક્તિ પણ મજબૂત થશે. આ નિયમિત કરવાથી વજન પણ કંટ્રોલમાં રહશે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કરવાથી મેટાબોલ્ઝિમ પણ વધે છે, જેના કારણે તમારું વજન વધતું નથી.


ફાઈનલમાં ગુજરાતની જીત પાક્કી? હાર્દિક પંડ્યાનો આ રેકોર્ડ આપી રહ્યો છે જીતવાનો સંકેત!


તો બીજી તરફ બપોરના અને રાત્રિના ભોજનના અડધો કલાક પહેલા પેટ ભરીને પાણી પી શકો છો. તેનાથી તમને ફાયદો મળશે. ખરેખરમાં આ કરવાથી તમે વધાર પડતું જમશો નહીં અને તમારું વજન પણ કંટ્રોલમાં આવી જશે. જો કે, શરીરમાં નબળાઈ ના આવે તે માટે તમારે ડ્રાય ફ્રૂટ્સને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો.


માત્ર 25 વર્ષનો આ છે દુનિયાનો સૌથી નાનો અરબપતિ, ગ્રાહકોમાં સામેલ યૂએસ આર્મી


આ વસ્તુ ખાવાથી દૂર રહો
- આ ઉપરાંત વધારે પડતું ઓયલી વસ્તુ જેવી કે, બર્ગર, પિઝાથી દૂર રહો. તેનાથી ના માત્ર તમારું વજન વધે છે પરંતુ ઘણા પ્રકારની સમસ્યાઓ પણ તમને ઘરેવા લાગે છે.


- શુગર યુક્ત વસ્તુનું સેવન ઓછમાં ઓછું કરવું જોઇએ, કેમ કે તેનાથી તમારું વજન વધી શકે છે. એવામાં તમારે ચોક્કસ પ્રમાણમાં શુગરનું સેવન કરવું જોઇએ.


NCB ચાર્જશીટમાં અનન્યા પાંડેએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આર્યન ખાન ખોટું બોલી રહ્યો છે અને તે...


- જે લોકો એક્સરસાઈઝ નથી કરતા, તેમણે આજથી જ તેમની ખરાબ આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે. જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી ના થયા.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube