વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મોટાપો મોટી સમસ્યા બની છે. લોકો વજન ઉતારવા માટે જાત જાતના ઉપાય અજમાવે છે. પરંતુ આમ છતાં જોઈએ એવું પરિણામ મળતું નથી. જો તમે ઈચ્છતા હોવ કે ઝડપથી વજન ઉતરે તો સૌથી પહેલા તમારે તમારી આદતોમાં ફેરફાર લાવવો જોઈએ. અમે તમને કોઈ હેવી વેઈટ એક્સર્સાઈઝ કે પછી ડાયેટ ફોલો કરવા માટે નહીં પરંતુ રોજ થોડું ચાલીને વજન ઉતારવા માટે જણાવી રહ્યા છીએ. અનેક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે વોકિંગ કરવાથી શરીરના વધતા વજનને ઓછું કરી શકાય છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારું વજન 10 કિલો ઓછું થાય તો રોજ થોડો સમય ચાલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 મહિનામાં 10 કિલો વજન કેવી રીતે ઉતારવું?
વોકિંગ એટલે કે પગપાળા ચાલવાથી શરીરનું વજન ઝડપથી ઓછું થઈ શકે છે. એ વાતમાં કોઈ બેમત નથી. જો કે દરેક વ્યક્તિનું વજન અલગ અલગ રીતે ઓછું થાય છે. કારણ કે વજન ઓછું ન થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો તમારા શરીરમાં કેલરી ઝડપથી બર્ન થતી હોય તો તમારું વજન ઝડપથી ઓછું થશે. જો કેલરી બળવામાં વધુ સમય જાય તો વજન ઉતરતા વાર લાગે. 


અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ જો તમે રોજ 1 માઈલ એટલે કે 1.6 કિલોમીટર પગપાળા ચાલો તો તમારા શરીરથી લગભગ 55થી 140 કેલરી બર્ન થઈ શકે છે. જો કે એ વાત તમારા ચાલવાની સ્પીડ પર નિર્ભર કરે છે. બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વે મુમજબ આપણે રોજ 150 મિનિટનું મોડરેટ વોકિંગ કરવું જોઈએ. જો કે જો તમે ઝડપથી ચાલતા હોવ તો તેને 75 મિનિટ પણ કરી શકો. 


હાલના દિવસોમાં દરરોજ 10,000 પગલા ચાલવા પર ભાર મૂકાઈ રહ્યો છે. આવામાં તમારા મનમાં એ સવાલ ઉઠી શકે કે કેટલા દિવસમાં કેટલા કિલોમીટર ચાલવાથી વજન ઉતરશે તો તેનો કોઈ સટીક જવાબ નથી. કારણ કે દરેક વ્યક્તિમાં વજન વધવાના અલગ અલગ માપદંડ હોઈ શકે છે. આવામાં તેમનું વજન પણ અલગ અલગ સ્પીડથી ઉતરી શકે છે. કેટલાક લોકો રોજ 10000 પગલાં ચાલે તો એક મહિનામાં 10 કિલો વજન ઉતારી શકે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેમને વજન ઓછું કરવામાં 2 મહિના પણ લાગી શકે છે. કારણ કે તેમાં અનેક પરિબળો જવાબદાર ગણાય છે. 


વજન  ઉતારવા માટે અનેક પરિબળો મહત્વના
વજન ઉતારવા માટે તમારે રોજ નિયમિત રીતે ચાલવાની જરૂર હોય છે. આ સિવાય કેટલાક અન્ય ફેક્ટર્સ ઉપર પણ ભાર આપવાની જરૂર છે. જેમ કે...


- નિયમિત રીતે બ્રિસ્ક એક્સર્સાઈઝ  કરો.
- વોક કરતી વખતે ચાલવાની સ્પીડ 6 કિમી પ્રતિ કલાક રાખો. 
- તમારું વજન કંટ્રલો કરવા માટે ડાયેટ પર ધ્યાન આપો. 
- બહારની અનહેલ્ધી ચીજોનું સેવન ન કરો. 
- પૂરતું પાણી પીવો. 
- ખાંડનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો. 
- પૂરતી ઊંઘ લો અને તણાવમુક્ત જીવન જીવો. 


આ તમામ ફેક્ટર્સ પર કામ કરવાથી મોટેભાગે તમે 1 મહિનામાં 10 કિલો વજન ઓછું કરી શકો છો. જો કે તેની સાથે સાથે તમારે વજન વધારતા કારણો ઉપર પણ કામ કરવાની જરૂર હોય છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)