Weight Loss Tips: ધડાધડ વજન ઘટાડવું હોય તો ભૂલ્યા વગર રાતે સૂતા પહેલા કરો આ કામ, વગર મહેનતે પાતળા થવા લાગશો!
Weight Loss Tips: વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ વજન ઉતરતું નથી. આવામાં તમે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. જો તમે પણ મોટાપાથી પરેશાન હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો.
હાલના સમયમાં મોટાપો એ એક મોટી સમસ્યા બની ગયો છે. લગભગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, કસરત ન કરવાના કારણે મોટાપો જલદી વધે છે. મોટાપો જોવામાં જ ખરાબ લાગે એટલું નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે. મોટાપાના કારણએ ડાયાબિટીસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ, અને હ્રદય સંલગ્ન બીમારીઓનું જોખમ વધી શકે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ વજન ઉતરતું નથી. આવામાં તમે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સરળતાથી વજન ઉતારી શકો છો. જો તમે પણ મોટાપાથી પરેશાન હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો. આ લેખના માધ્યમથી જાણો કે વજન ઘટાડવા માટે રાતે સૂતા પહેલા એવા કયા 5 કામ કરવા જોઈએ.
1. સાંજે 7 વાગ્યા પહેલા કરી લો ડિનર
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા બાદ ડિનર કરવાનું બંધ કરવું જોઈએ. રાતના ભોજન અને સૂવાના સમય વચ્ચે લગભગ 3 કલાકનો ગેપ હોવો જોઈએ. જો તમે રાતે મોડેથી ખાતા હોવ તો ખાવાનું બરાબર પચે નહીં. જેની અસર તમારા મેટાબોલિઝમ ઉપર પણ પડે છે. જેના કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે. આથી વજન ઓછું કરવા માંગતા હોવ તો સાંજે જલદી જલદી ડિનર કરી લો.
2. રાત્રે હળવું ભોજન કરો
રાતનું ભોજન હંમેશા હળવું જ હોવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિનરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચીજોને સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ અને દાળ ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગે તો તમે એક કાકડી કે સફરજન ખાઈ શકો છો.
3. અંધારામાં સૂઈ જાઓ
એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે મેલાટોનિન હોર્મોન આપણા શરીરમાં બ્રાઉન ફેટ બનાવે છે. જેનાથી કેલેરી બાળવામાં મદદ મળે છે. અંધારામાં સૂઈ જવાથી મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે, જેના કારણે ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આથી રાતે રૂમમાં હંમેશા અંધારું કરીને સૂઈ જાઓ. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ ન કરો.
4. હળદરવાળું દૂધ પીઓ
હળદરવાળું દૂથ પણ વજન ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. હળદરમાં થર્મોજિનેક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ તે મેટાબોલિઝમને પણ વધારે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ જરૂર પીઓ.
5. સારી ઊંઘ લો
મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે પણ છે. વજન ઘટાડવા માટે ઓછામાં ઓછી 7 કલાકની સારી, ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તેનાથી મેટાબોલિઝમ સ્લો થશે, જેના કારણે વેઈટ લોસ કરવું મુશ્કેલ બનશે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.