Weight Loss Tips: રોજ 20 મિનિટ સુધી કરો આ કામ, ફટાફટ ઉતરવા લાગશે તમારું વધેલું વજન
Weight Loss: આજકાલના વ્યસ્ત જીવનમાં મોટા ભાગે લોકો પાસે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડી શરીરને ચુસ્ત રાખવા માટેનો સમય હોતો નથી. કે મોંઘા ડાયેટિશિયનનો ખર્ચો પણ પોસાતો નથી. વધેલા વજનને કાબૂમાં કરવા માટે અહીં અમે તમને એક સરળ ઉપાય જણાવીશું.
Skipping Rope For Weight Loss: છેલ્લા લગભગ બે-ત્રણ વર્ષમાં વજન વધવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જેનું કારણ છે કોરોના વાયરસ મહામારીના કારણે લાંબુ લોકડાઉન અને ઉપરથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર...કારણ કે આવા ભયાનક દૌરમાં લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ હતી અને જ્યારે હવે ચીજો બધી ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે ત્યારે વજન ઓછું કરવું પણ એક પડકારથી જરાય ઓછું નથી. મોટાપો ઓછો કરવો ખુબ જરૂરી છે, ભલે કોઈ બીમારી હાલ ન હોય પરંતુ તે અનેક સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે, જેમ કે હાઈ કોલોસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટિસ, કોરોનરી આર્ટરી ડિસીઝ, અને ટ્રિપલ વેસલ ડિસીઝ વગેરે....
બોડી ફેટને ઓછું કરવું મુશ્કેલ
આજકાલના વ્યસ્ત જીવનમાં મોટા ભાગે લોકો પાસે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડી શરીરને ચુસ્ત રાખવા માટેનો સમય હોતો નથી. કે મોંઘા ડાયેટિશિયનનો ખર્ચો પણ પોસાતો નથી. વધેલા વજનને કાબૂમાં કરવા માટે અહીં અમે તમને એક સરળ ઉપાય જણાવીશું.
માત્ર 20 મિનિટ કરો આ કસરત
અમે તમને એવો ઉપાય જણાવીશું જેને અજમાવવાથી તમે ગણતરીના દિવસોમાં તમારું વધેલું વજન ઓછું કરી શકો છો અને તમારે તેમાં વધુ સમય પણ નહીં જાય. તમે રોજ 20થી 25 મિનિટ આ કસરત કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દોરડા કૂદવાથી ઘટશે વજન!
બાળપણમાં મોટાભાગના લોકોએ દોરડા તો કૂદ્યા જ હશે. દોરદા કૂદવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે. મોટાભાગના ફિટનેસ એક્સપર્ટ એવું માને છે કે એક દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સુધી દોરડા કૂદવા જોઈએ. આ કસરત કરવાથી લગભગ 300 કેલરી ઓછી થશે અને બોડીનો સ્ટેમિના પણ વધી જશે.
આ વાતોનો ખાસ ધ્યાન રાખો..
1. ક્યારેય ભૂખ્યા પેટે દોરડા કૂદવાની કોશિશ ન કરો. તેનાથી ચક્કર આવવાની કે પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
2. ભોજન બાદ તરત જ દોરડા કૂદવા એ સ્વાસ્થ્ય માટે સારું નથી. આથી ભોજન કર્યાના 2-3 કલાક બાદ દોરડા કૂદવા જોઈએ.
3. દોરડા કૂદતા પહેલા હળવી કસરત કરવી જરૂરી છે. તેનાથી બોડી વોર્મઅપ થાય છે અને શરીર એક્ટિવ થવા લાગે છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)