Weight Loss: મોટાભાગના લોકોની સવાર દૂધ અને ખાંડવાળી કડક મીઠી ચાથી થાય છે. કેટલાક હેલ્થ કોન્સીયસ લોકો સવારે ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પીતા હોય છે. કોઈપણ પ્રકારની ચા હોય પણ દિવસની શરૂઆત ચા પીને જ થાય છે. આ પ્રકારની ચા તો તમે પણ પીધી હશે પરંતુ શું તમે સફેદ ચા પીધી છે? White Tea સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે અને જો તમે તેનું સેવન કરો છો, તો 30 દિવસમાં તમારું વધેલું વજન પણ ઘટી શકે છે. આ ચા પીવાથી ફક્ત વજન જ ઘટે છે તેવું નથી પરંતુ તેનાથી ત્વચાને પણ લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

White Tea માંથી મળતા પોષક તત્વો


વાઈટ ટી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક બિમારી સામે લડવાની શક્તિ મળે છે. આ ચામાં Polyphenols, Phytonutrients, Catechins હોય છે. આ ઉપરાંત તેમાં ટૈનિન્સ , ફ્લોરાઈડ અને ફ્લેવોનોઈડ્સ પણ હોય છે.    


આ પણ વાંચો:


દૂધમાં બીજા કોઈ પાવડરને બદલે ઉમેરો મધ અને તજ, અનેકગણા વધી જશે દૂધના ગુણ


સવારે ખાલી પેટ 2 લવિંગ ચાવીને ખાવાથી હાડકાં થાય છે મજબૂત, બીમારીઓ રહે છે શરીરથી દુર


આ 6 નેચરલ વસ્તુઓથી રિપ્લેસ કરો Sugar, ભોજનમાં આવશે મીઠાશ અને સ્વાસ્થ્ય રહેશે સારું


White Tea પીવાથી થતા લાભ


- વજન ઘટાડવા માટે વાઈટ ટી સૌથી અસરકારક ઉપાય છે. તેને પીવાથી કલાકો સુધી ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે 


- White Tea એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેથી તેનું સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સનો નાશ થાય છે. 


- White Tea માં એન્ટી એજન્ટ પ્રોપર્ટીઝ હોય છે જે ચહેરા પર પડતી કરચલીઓને અને ફાઈનલાઇન્સ ને દૂર કરે છે. જે લોકોની ત્વચા ઢીલી પડવા લાગી હોય તેમણે નિયમિત રીતે આ ચા પીવી જોઈએ.


- જો રોજ સવારે તમે એક કપ White Tea પીવો છો તો દિવસ પર તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. તે તમારા શરીરને રિફ્રેશ કરે છે અને થાક દૂર કરે છે.


- સૌથી મોટો ફાયદો એ છે કે તેને પીવાથી તમને મીઠું ખાવાની ઈચ્છા ઓછી થશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સાથે જ રીતે ડાયજેશનને પણ સુધારે છે જેના કારણે કબજિયાત અને ગેસ જેવી તકલીફ થતી નથી. 


- જે લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે નિયમિત રીતે White Tea પીવી જોઈએ. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે.