Healthy Habits To Stop Heart Attack: પહેલાના જમાનામાં મિડલ એજ કે ઓલ્ડ એજના લોકોને હાર્ટ એટેકનો ખતરો વધુ રહેતો હતો. પરંતુ આજકાલ યુવાઓ પણ તેનો ભોગ બની રહ્યાં છે. જેના કારણે ઘણા લોકોના મનમાં ડર પણ ઉભો યો છે. હકીકતમાં જ્યારે નસોમાં વધુ પડતું ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે ત્યારે ધમનીઓ સાંકડી થઈ જાય છે. આવી સ્થિતિમાં, લોહીને હૃદય સુધી પહોંચવા માટે ખૂબ જ દબાણ કરવું પડે છે, જેના કારણે પહેલા બ્લડ પ્રેશર વધે છે અને પછી હાર્ટ એટેક આવે છે. તેનાથી બચવા માટે તમારે તમારી કેટલીક આદતોમાં ફેરફાર કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ એટેકથી બચવાના ઉપાય
1. હેલ્ધી ફૂડ ખાવો

આપણા હાર્ટનું સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો ઘણો દારોમદાર આપણા ડાઇટ પર છે. જો તમે નથી ઈચ્છતા કે હાર્ટ એટેકનો હામનો થાય, તો તે માટે પેકેઝ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સુગર, રેડ મીટ અને ફ્રાઇડ વસ્તુ છોડી દો. તેની જગ્યાએ હોલ ગ્રેન, તાજા ફળ-શાકભાજી અને માછલી જેવા હેલ્ધી ફૂડનું સેવન કરો. 


2. સ્મોકિંગ અને ડ્રિંક છોડો
આજકાલના યુવાઓમાં સિગારેટ અને દારૂ પીવાનું ચલણ ખુબ વધી ગયું છે, જેના કારણે હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તમે સ્મોકિંગ અને ડ્રિંક્સને જેટલા જલ્દી છોડી દેશો તે સારૂ રહેશે. બાકી તમને પણ હાર્ટની સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચોઃ 1 રૂપિયાનું આ પાન કબજિયાતનો છે રામબાણ ઈલાજ, ટ્રાય કરશો તો માની જશો તમે પણ


3. શારીરિક એક્ટિવિટી વધારો
જો તમે દરરોજ એક ઓફિસમાં બેસી 8થી 10 કલાક કામ કરો છો તો તેના કારણે હાર્ટ એટેકનો ખતરો ખુબ વધી જાય છે. ઘણીવાર જિમ જવાનો સમય મળતો નથી. આપણે ભલે ગમે એટલા વ્યસ્ત હોઈએ પણ આપણે કસરત કરવા માટે એક કલાક કાઢવી જોઈએ. તમે ચાલવાથી લઈને અન્ય કસરત કરી શકો છો. જેટલી ફિઝિકલ એક્ટિવિટી વધારશો એટલો હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહેશે. 


4. ચિંતા ન કરો
અભ્યાસથી લઈને કામનો ભાવ વ્યક્તિની ચિંતા વધારે છે. ઘણીવાર રિલેશનશિપની નિષ્ફળતા પણ ચિંતાનું કારણ બને છે. તેવામાં જો હાર્ટ એટેકથી બચવુ હોય તો બિનજરૂરી ચિંતા કરવાનું છોડો અને ખુશ રહેવાની ટેવ પાડો.


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. જો તમને પણ કોઈ સમસ્યા હોય તો તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube