Cervical cancer: જાણો આ કેન્સરના શું છે લક્ષણો, કારણો અને સારવાર વિશે બધું જ
Cervical cancer: સર્વાઇકલ કેન્સર એક ખતરનાક રોગ છે. સર્વાઇકલ કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓમાં સૌથી ઝડપથી વિકસતું કેન્સર છે, જે દર વર્ષે લાખો મહિલાઓના મૃત્યુનું કારણ બને છે.
Cervical cancer: બોલિવૂડની બોલ્ડ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેના કારણે સર્વાઈકલ કેન્સરને લઈ ચર્ચાઓ થવા લાગી છે. તેની સાથે જ આ રોગ શું છે, કેવી રીતે થાય છે તે દરેક જાણવા આતુર થયા છે. તો આજે તમને જણાવી દઈએ સર્વાઇકલ કેન્સર અંગેની સંપૂર્ણ જાણકારી. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર દરેક વ્યક્તિ તેમના જીવનના અમુક સમયે HPV વાઇરસના સંપર્કમાં આવે છે. પરંતુ તેનું શરીર વાયરસ સાથે લડે છે અને તેને ખતમ કરે છે. જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આ વાઇરસ સર્વિક્સ અંગોના કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે અને તે સર્વાઇકલ કેન્સર બની જાય છે.
સર્વાઇકલ કેન્સરના લક્ષણો?
આ પણ વાંચો: Health Tips: એક દિવસ માં 3 ખજૂર, લાભ કરશે ભરપુર... 7 દિવસમાં શરીર પર દેખાશે અસર
યોનિમાંથી અસામાન્ય રક્તસ્રાવ
સેક્સ દરમિયાન દુખાવો
યોનિમાર્ગથી સફેદ સ્રાવ
પેલ્વિસ અથવા પેટના નીચલા ભાગમાં દુખાવો
માસિક સમયે ભારે રક્તસ્રાવ જે લાંબા સમય સુધી ચાલે છે.
મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ થવો.
પેલ્વિસ અથવા પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો.
પેશાબ કરતી વખતે દુખાવો.
અચાનક વજનમાં ઘટાડો થવો અને સતત થાક લાગવો.
આ પણ વાંચો: Bad Cholesterol: 5 દિવસમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી લેશે આ 2 વસ્તુઓ
ખતરનાક રોગ છે સર્વાઇકલ કેન્સર
જો રિપોર્ટ્સનું માનીએ તો સર્વાઇકલ કેન્સર એક ખતરનાક રોગ છે. સર્વાઇકલ કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓમાં સૌથી ઝડપથી વિકસતું કેન્સર છે, જે દર વર્ષે લાખો મહિલાઓના મૃત્યુનું કારણ બને છે. ભારતમાં સર્વાઇકલ કેન્સર 18.3% (123,907 કેસ) ના દર સાથે ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. રિપોર્ટ અનુસાર, તે 9.1% ના મૃત્યુ દર સાથે મહિલાઓમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ પણ છે.
સર્વાઇકલ કેન્સરના રિસ્ક ફૈક્ટર
ધૂમ્રપાન
કુપોષણ
આનુવંશિકતા
અસુરક્ષિત યૌન સંબંધ
એક થી વધુ યૌન સાથી
પર્સનલ હાઈજીનનો અભાવ
આ પણ વાંચો: Health Tips: પોષકતત્વોનું પાવર હાઉસ છે કીવી, ખાવાથી તુરંત થાય છે આ 6 ફાયદા
સર્વાઇકલ કેન્સર એવું કેન્સર છે જે ગર્ભાશયનાકોષોમાં શરૂ થાય છે. સર્વિક્સ ગર્ભાશયને યોનિ સાથે જોડે છે. સર્વાઇકલ કેન્સર સામાન્ય રીતે સમય જતાં ધીમે ધીમે વિકસે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો કેન્સર ફેલાય જાય છે અને દર્દીનું મોત પણ થાય છે.
સર્વાઇકલ કેન્સરથી આ રીતે કરો બચાવ
સલામત સેક્સ
વજન નિયંત્રિત કરો
સ્ટ્રેસ ઓછો કરો
હેલ્ધી આહાર લેવો
ધુમ્રપાન અને દારુનું સેવન ન કરવું.
પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખવું.
એચપીવી વાયરસની વેકસીન લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)