નવી દિલ્હી :લોકસભા ઈલેક્શન 2019ના ત્રીજા તબક્કાનું મતદાન પૂરુ થઈ ગયું છે. ચોથા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ બોલિવુડ એક્ટર અક્ષય કુમારને પહેલો બિન-રાજકીય ઈન્ટરવ્યુ આપ્યો. આ ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે પીએમને તેમના બાળપણથી લઈને વડાપ્રધાનના કાર્યકાળ સાથે જોડાયેલ અનેક રોમાંચક સવાલો પૂછ્યા. જેના જવાબમાં પીએમએ દિલ ખોલીને પોતાની વાતો કહી. આ સવાલોમાં અક્ષય કુમારે પીએમ મોદીના તેમની હેલ્થને લઈને પણ સવાલો કર્યા, જે હકીકતમાં બધાએ અનુસરવા જેવા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શરદી-ખાંસીની સારવાર
અક્ષય કુમારે પીએમને પૂછ્યું કે, તમને શરદી-ખાંસી થાય તો તમે શું કરો છો. આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, હું આર્યુર્વેદમાં વિશ્વાસ ધરાવુ છું. શરદી-ખાંસી થવા પર હું સરસવના તેલને ગરમ કરીને નાકમાં તેના બે-ત્રણ ટીપાં નાંખી દઉં છું. આ સમયે હું ગરમ પાણી પીતો રહું છું. તેનાથી મને થોડા જ દિવસોમા શરદી-ખાંસીની સમસ્યાતી મુક્તિ મળી જાય છે.



આર્યુર્વેદ પર મારો વિશ્વાસ
પીએમએ જણાવ્યું કે, જો મને શરદી-ખાંસી કે તાવ વગેરે આવે તો, આ દરમિયાન હું આર્યુવેદથી ઉપચાર કરું છું. તેમણે કહ્યું કે, જો મને તાવ આવે તો હું ત્રણ દિવસ માટે ખાવાનુ છોડી દઉં છું અને સતત ગરમ પાણીનું સેવન કરતો રહું છું. આર્યુર્વેદના આ ઉપચારથી મારો તાવ સારો થઈ જાય છે. 


રિટાયર્ડમેન્ટના પ્લાન વિશે અક્ષય કુમારે પૂછેલા સવાલના જવાબમાં પીએમએ કહ્યું કે, જવાબદારી જ મારી જિંદગી છે. મને ચિંતા નથી હોતી કે, મને મારી જાતને એન્ગેજ કરવા માટે કંઈક કરવુ પડશે. હું શરીરનો કણ-કણ અને જીવની પળેપળ કોઈને કોઈ મિશન માટે જ આપીશ.