• કૂતરા જ્યારે પણ તમારા પર ભસવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલુ કામ એ કરો કે તમે ગભરાતા નહિ. તેમજ ભાગદોડ પણ ન કરો.

  • ખુદને પ્રોટેક્ટ કરવા માટે મુઠ્ઠી બાંધી લો. આવું કૂતરા માટે લડાઈ કરવા માટે નથી કરવાનું


ઝી મીડિયા/બ્યૂરો :લોકો પોતાના ઘર કે સોસાયટીની બહાર નીકળે તો ડઝનેક કૂતરાના ટોળા દેખાતા હોય છે. તો અનેકવાર રોડ પરથી પસાર થતા સમયે કૂતરાઓ પાછળ પડી જતા હોય છે. અનેકવાર કૂતરાઓ ભસે છે તો લોકો ડરી જાય છે અને આવામાં કૂતરા પણ એટેક કરે છે. કૂતરાઓ ગમે ત્યારે એટેક (dog attack) કરી દે છે. આવામા સતર્ક રહીને તમારે શું કરવું જોઈએ. મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે અને એવું પગલુ ભરી બેસે છે, જેનાથી કૂતરા વધુ એગ્રેસિવ થઈ જાય છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું, જેને ફોલો કરીને તમે કૂતરાઓના એટેકથી બચી શકો છો. કૂતરો એટેક કરો તો શું કરવું જોઈએ તે જાણી લો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જરા પણ ગભરાતા નહિ
કૂતરા જ્યારે પણ તમારા પર ભસવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલુ કામ એ કરો કે તમે ગભરાતા નહિ. તેમજ ભાગદોડ પણ ન કરો. કોઈ પણ પ્રાણી હ્યુમન ફીલિંગ્સને સમજી શકતા નથી. કૂતરાને ડરાવવા, ધમકાવવા પર તે વધુ કોન્ફિડન્ટ થઈ જાય છે. જો કૂતરાને લાગે તો તે તમને ડરાવી નથી શક્તો તો તે તમારા પર એટેક કરવાથી પાછળ હટી શકે છે. 
 
દોડવાનું તો જરા પણ ન કરતા 
કૂતરાના એટેક કર્યા બાદ તમારી પાછળ દોડવાનું શરૂ કરી દે છે. તેથી તેમના એટેક કરવા પર ક્યારેય દોડો નહિ. તમે ક્યારેય પણ કૂતરાથી વધુ તેજીથી નહિ દોડી શકો. દોડીને તમે કૂતરાને એટેક કરવા માટે વધુ પ્રોત્સાહન આપો છો. 


આ પણ વાંચો : પહેલીવાર જોવા મળ્યો સી પ્લેનની અંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો નજારો, ટિકીટ લઈને કોઈ પણ જોઈ શકશે  


જ્યાં છો ત્યાં ઉભા રહો
જો તમે દોડશો તો કૂતરાને તમારાથી ખતરો અનુભવાશે. તો બીજી તરફ, જો તમે એક જગ્યાએ ચૂપચાપ ઉભા છો તો કૂતરો તમારાથી ખતરો નહિ અનુભવે. તો તે તમારા પર એટેક કર્યા વગર જ દૂર જતો રહેશે.


આંખોથી આંખો ન મળાવો
સીધા આંખોથી આંખો મળાવવાથી કૂતરાઓ વધુ એગ્રેસિવ થાય છે. તેથી આવી પરિસ્થિતિમાં આઈ કોન્ટેક્ટને અવોઈડ કરો અને કૂતરાની સામે ન ઉભા રહીને ધીરેથી તેની આસપાસ થઈ જાઓ.
 
મુઠ્ઠી બાંધી લો
ખુદને પ્રોટેક્ટ કરવા માટે મુઠ્ઠી બાંધી લો. આવું કૂતરા માટે લડાઈ કરવા માટે નથી કરવાનું, બસ ખુદને આ રીતે પ્રોટેક્ટ કરવાનો છે. 


કૂતરાને બીજા ઓબ્જેક્ટ તરફ દોરો
જો તમારા હાથમાં થોડો સામાન છે, તો તેને બીજા ડાયરેક્શનમાં ફેંકી દો. જેમ કે હાથમાં બોટલ છે, તો તેને બીજી ડાયરેક્શનમાં ફેંકી દો. અગર જો હાથમાં કંઈ ન હોય તો જમીન પરથી કંઈક ઉઠાવીને બીજા ડાયરેક્શનમાં ફેંકો. તેનાથી કૂતરાઓ તમે જે ચીજ ફેંકશો, તે તરફ જઈ શકે છે.