નવી દિલ્લીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. બીજી તરફ હજારો લોકોની કોરોનાથી મોત થઈ છે. તેવામાં મહામારીથી લડવા માટે ફેસ માસ્ક ખુબ જ મદદગાર છે. તે જ એક કારણ છે કે કોરોના કાળમાં માસ્કનો વપરાશ ખુબ વધી ગયો છે.
સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવુ અનિવાર્ય સાબિત થયું છે. કોરોનાની બીજી લહેર એટલી ગંભીર છે કે લોકોને ઘરે રહીને પણ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપ્લબ્ધ છે. પરંતુ આ બધામાંથી કયુ માસ્ક વધુ અસરકારક છે. તે આજે આપણે જાણીશુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સર્જિકલ માસ્ક:
સર્જિકલ માસ્કને મેડિકલ માસ્ક પણ કહેવાય છે. આ માસ્ક પેપર જેવા સિન્થેટિક ફાયબરનું બનેલુ હોય છે. જેમાં શ્વાસ ખુબ જ સરળતાથી લેવાઈ શકાય છે. આ એક ડિસ્પોઝેબલ માસ્ક છે જેનો ઉપયોગ માત્ર એક જ વખત થાય છે. આ એક ઢીલુ માસ્ક છે જે પહેરવાવાળા અને સંક્રમિત વ્યક્તિની આસપાસ સંભવિત કંટેઈન્મેન્ટ વચ્ચે ફિઝિકલ બેરિયર પૈદા કરશે.
જો આ માસ્કને બરાબર રીતે પહેરવામાં આવે તે આ માસ્ક મોટી કણ, છાંટાને રોકવા માટે મદદ રૂપ થશે. જોકે આ માસ્કનનું મટીરિયલ ઢીલુ હોવાથી નાના પાર્ટીકલ્સ હજુ પણ માસ્કની અંદર ધુસી શકે છે. લોકો સર્જીકલ માસ્ક એટલે પસંદ કરે છે કારણ કે તેનામાંછી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.



કપડાના માસ્ક:
કપડાના માસ્ક પ્રાકૃતિક સિંથેટિક મટીરિયલના બનેલા હોય છે. માસ્ક ડ્રોપલેટ સ્પ્રેને 8 ફૂટથી 2.5 ઈંચ સુધી ઓછા કરે છે. ઘર પર તૈયાર થયેલા ક્લોથ માસ્કની પ્રભાવશીલતા મોટા પ્રમાણે તેની ડિઝાઈન પર નિર્ભર કરે છે. વિશેજ્ઞોના જણાવ્યા અનુસાર આપની સિસ્ટમમાં વાયરસને પ્રવેશ કરતા રોકવા માટે લેયર્ડ કોટન ક્લોથનો ઉપયોગ કરી શકાય છે. જોકે તેની પર સંપૂર્ણ ભરોસો ના કરી શકાય. કારણ કે વાયરસના નાના એરોસોલ તેનામાંથી જઈ શકે છે.



N95 માસ્ક:
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ સૌથી શ્રેષ્ઠ માસ્ક છે. N95 માસ્કને રેસ્પિરેટર તરીકે પણ ઓળખાય છે. N95 એક ટાઈટ સીલ ફેસ માસ્ક છે. જે 95 ટકા સુધી કણોને રોકવા માટે સક્ષમ છે. તે અન્ય માસ્ક કરતા વાયરસને અંદર આવતા રોકવા માટે વધુ સક્ષમ છે.


1 જૂનથી બદલાઈ જશે તમારું જીવનઃ Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમોમાં થઈ જશે ધરખમ ફેરફાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube