White Onion:એક નહીં અનેક બીમારીની દવા છે સફેદ ડુંગળી, આ સમસ્યામાં તો દવાની જેમ કરે છે કામ
White Onion: ડુંગળી બે પ્રકારની હોય છે. એક લાલ અને એક સફેદ. મોટાભાગે દરેક ઘરમાં લાલ ડુંગળીનો ઉપયોગ થાય છે. લાલ ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે. પરંતુ સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો સફેદ ડુંગળીનું મહત્વ લાલ કરતાં વધી જાય છે. આજે તમને જણાવીએ સફેદ ડુંગળી ખાવાથી થતા ફાયદા.
White Onion: ડુંગળી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. ડુંગળીના ઉપયોગથી ઘણી વાનગીઓનો સ્વાદ બમણો થઈ જાય છે. ભારતમાં ડુંગળીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. તેને કસ્તુરી પણ કહેવા છે કારણ કે તે સ્વાદમાં વધારો કરવાની સાથે અનેક રીતે ગુણકારી છે. ખાસ કરીને ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. ડુંગળી બે પ્રકારની હોય છે. એક લાલ અને એક સફેદ. મોટાભાગે દરેક ઘરમાં લાલ ડુંગળીનો ઉપયોગ થાય છે. લાલ ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે. પરંતુ સ્વાસ્થ્ય લાભોની વાત કરીએ તો સફેદ ડુંગળીનું મહત્વ લાલ કરતાં વધી જાય છે. આજે તમને જણાવીએ સફેદ ડુંગળી ખાવાથી થતા ફાયદા.
સફેદ ડુંગળીથી થતાં ફાયદા
આ પણ વાંચો:
ડાયાબિટીસ
સફેદ ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કેન્સર
સફેદ ડુંગળીમાં ફ્લેવોનોઈડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તમે ડુંગળી કાચી કે શાકમાં ઉમેરીને પણ ખાય શકો છો.
પાચન
સફેદ ડુંગળી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દુર થાય છે. સફેદ ડુંગળીમાં ઘણા બધા ફાઈબર અને પ્રોબાયોટિક્સ હોય છે જે પેટ માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે અને પાચનને સુધારે છે.
રોગપ્રતિકારક શક્તિ
જો તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો સફેદ ડુંગળીનું સેવન કરવું જોઈએ. સફેદ ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)