White Teeth Tips: પીળા દાંતોથી છો પરેશાન! આ ઘરેલૂ ટિપ્સથી મોતીની જેમ ચમકવા લાગશે તમારા દાંત
White Teeth Home Remedies Tips: જો તમે પણ પીળા દાતંથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને કેટલીક ઘરેલૂ ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જે તમને તમારા પીળા દાંત દૂર કરવામાં મદદ કરશે.
નવી દિલ્હીઃ આપણા દાંત ચહેરાનું હાસ્ય વધારે છે. પરંતુ દાંત પીળા હોવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દાંત પીળા થવા પાછળ ઘણા કારણ હોય છે. પરંતુ પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરી શકે છે. દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે લોકો મોંઘા ડેન્ટિસ્ટ પાસે જાય છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દાંત સાફ કરી દે છે, પરંતુ આમ કરવાથી દાંત નબળા પડે છે. આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો.
બેકિંગ સોડા
દાંતને સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ચપટી મીઠું અને થોડું પાણી મિક્સ કરો, પછી આ પેસ્ટથી બે મિનિટ સુધી તમારા દાંત સાફ કરો. સપ્તાહમાં બે-ત્રણ વખત આમ કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે.
સરસવનું તેલ અને મીઠું
આયુર્વેદ પ્રમાણે પીળા દાંતની સમસ્યા દૂર કરી સફેદ અને ચમકદાર દાંત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેથી અડધી ચમચી સરસવના તેલમાં મીઠું મેળવો અને આ મિશ્રણથી દાંત પર મસાજ કરો. આ રીતે તમારા પીળા દાંત સફેદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ છોકરીઓ નાની નાની વાત પર રડવા કેમ લાગે છે? આખરે મળી ગયો આ સવાલનો જવાબ
સરસવનું તેલ અને હળદર
સફેદ દાંત મેળવવા માટે તમે સરસવના તેલમાં હળદર મિક્સ કરી શકો છે. આ પેસ્ટને આંગળીથી દાંત પર ઘસો. આ ઘરેલૂ નુસ્ખાથી તમારા દાંત સાફ થઈ જશે.
લીંબડાના દાતણથી દાંત કરો સાફ
તમે જોયું હશે કે ગામડામાં આજે પણ લોકો દાંત સાફ કરવા માટે લીંબડાના દાતણનો ઉપયોગ કરે છે. આ દાંત માટે સૌથી ફાયદાકારક ઉપાય છે. આ પીળા દાઘને તો દૂર કરશે સાથે દાંતને મજબૂત બનાવશે. દાંતમાં દૂખાવો હોય તો તેનાથી છૂટકારો મળશે.
કેળાની છાલ
દાંતો સાથે જોડાયેલી સમસ્યા માટે કેળાની છાલ લાભકારી હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગનીઝ હોય છે. કેળાની છાલને દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે. સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત તેનો ઉપયોગ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube