Orange Side Effects: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો શરૂ થાય કે બજારમાં તમને અલગ અલગ પ્રકારના શાકભાજી અને ફળ દેખાવા લાગે છે. આ ઋતુ દરમિયાન લીલા શાકભાજી અને ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર થાય છે. શિયાળામાં મળતા ફળની વાત કરીએ તો તેમાં સંતરા સૌથી વધુ જોવા મળે છે. વિટામીન સી થી ભરપૂર સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શિયાળામાં સંતરા ખાવા બધા જ લોકો માટે હિતાવહ નથી. ઘણા લોકો જો સંતરા ખાય તો તેમની તબિયત બગડી જતી હોય છે. આજે તમને આ અંગે જાણકારી આપીએ. ઘણા લોકોના મનમાં પણ આ પ્રશ્ન થતો હોય કે ઠંડીની ઋતુમાં ખાટા મીઠા સંતરા ખાવા યોગ્ય રહે કે નહીં? આજે તમને આ પ્રશ્નનો જવાબ પણ જણાવી દઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શિયાળામાં સંતરા ખાવાથી ફાયદા તો ચોક્કસથી થાય છે પરંતુ જે લોકો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત હોય તેમના માટે સંતરા નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને એ સમસ્યાઓ વિશે જણાવીએ જેમાં સંતરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.


આ પણ વાંચો: શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી હાડકા થશે લોખંડ જેવા મજબૂત, જાણો તેનાથી થતા ફાયદા વિશે


લીવર


જે લોકોને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તેમણે સંતરા ખાવાથી બચવું જોઈએ. આમ કરવાનું કારણ એ છે કે સંતરામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે.


દાંતની સમસ્યા


જે લોકોને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવાથી બચવું જોઈએ સંતરાનું સેવન કરવાથી દાંતને નુકસાન થઈ શકે છે કારણ કે તેમાં એવા એસિડ હોય છે જે કેલ્શિયમ સાથે મળીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઊભું કરી શકે છે.


આ પણ વાંચો: રાત્રે જમ્યા પછી બસ 5 મિનિટ ચાલી લેવું, 30 દિવસમાં શરીરની મોટાભાગની થઈ ગઈ હશે દુર


એસીડીટી


જે લોકોને એસીડીટી વારંવાર થતી હોય તેમને સંતરા ખાવાથી બચવું જોઈએ કારણકે સંતરા ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરા ની તકલીફ વધી શકે છે. સંતરામાં એવા એસિડ હોય છે જે શરીરમાં એસિડ લેવલને વધારી શકે છે તેથી શિયાળામાં આવા લોકોએ સંતરા બિલકુલ નફાવવા.


આ પણ વાંચો: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં


સાંધાનો દુખાવો


જે લોકોને આર્થરાઇટિસ કે પછી સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે પણ સંતરા ખાવાનું ટાળવું જોઈએ કારણકે સંતરાની તાસીર ઠંડી હોય છે અને શિયાળામાં સામાન્ય રીતે પણ સાંધાનો દુખાવો વધારે રહેતો હોય છે. જો તમે ઠંડીમાં સંતરા ખાશો તો સાંધાનો દુખાવો અસહ્ય થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)